મુંબઇ: સતીશે પોતાના નિવેદનમાં કહ્યું કે, CBI તપાસની માગ રિયા દ્વારા પણ કરવામાં આવી હતી. કોર્ટે પણ જોયું કે, બન્ને રાજ્યો વચ્ચે મતભેદો ચાલી રહ્યા હતા. તો આ સાથે જ આ કેસમાં રાજકરણ પણ ચાલી રહ્યું હતું.
સત્ય નહીં બદલાય ભલે ગમે તે એજન્સી તપાસ કરે : રિયાના વકીલ સતીશ માનશિંદે - રિયા ચક્રવર્તી
સુપ્રીમ કોર્ટે હવે સુશાંત કેસની તપાસ CBIને સોંપી દીધી છે. જે બાદ પરિવાર અને ચાહકોની પ્રતિક્રિયાઓ સતત આવી રહી છે. રિયા ચક્રવર્તીના વકીલ સતીષ માનશિંદેએ પણ ચૂકાદા બાદ કહ્યું કે, રિયા કહે છે કે, ગમે તે એજન્સી આ કેસની તપાસ કરે તો પણ સત્ય નહીં બદલાય.
રિયા ચક્રવર્તી
કોર્ટે ભારતના બંધારણની કલમ 142 હેઠળ તપાસ CBIને સોંપી હતી. હવે રિયાને CBI તપાસનો સામનો કરવો પડશે. ભૂતકાળમાં તેણે મુંબઈ પોલીસ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDને પણ તપાસમાં સમર્થન આપ્યું છે. રિયાએ કહ્યું કે, આ મામલે કોઈ પણ તપાસ કરે તો પણ સત્ય તે જ રહેશે.
આ વચ્ચે મુંબઇ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટેના આદેશની કોપીની રાહ જોઇ રહ્યા છીએ. જે બાદ આગળની તપાસ શરૂ કરવામાં આવશે.