નવી દિલ્હી : સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસ મામલે સીબીઆઈએ તપાસ માટે દાખલ કરેલી જાહેરહિતની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ સમગ્ર મામલે મુંબઈ પોલીસ દ્રારા કરાઈ રહેલી તપાસથી સમગ્ર દેશ સ્તબ્ધ છે. આજે બિહાર સરકારે પટનામાં મુંબઈની ફરિયાદને સ્થાનાંતરિત કરવાની માંગ પર રિયા ચક્રવર્તીની અરજીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ વિસ્તૃત જવાબ દાખલ કર્યો છે.
રિયા ચક્રવર્તીએ આ કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં લેખિત અરજી દાખલ કરી હતી. ભાજપના નેતા અને અધિવક્તા અજય અગ્રવાલની આ અરજી પર ન્યાયાધીશ એસએબોબડે, ન્યાયમૂર્તિ એએસ બોપન્ના અને ન્યાયમૂર્તિ વી રામાસુબ્રમણિયન ત્રણ સભ્યોની પીઠ સુનાવણી કરશે. અદાલતે આ પહેલા 30 જુલાઈ અને 7 ઓગ્સ્ટના અલકા પ્રિયા અને મુંબઈના વિદ્યાર્થી દિવેન્દ્ર દેવતાદીન દુબેની જાહેરહિતની અરજી રદ્દ કરી ચૂક્યા છે.
બૉલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ 14 જૂનના રોજ મુંબઈના તેમના બાંદ્રા સ્થિત ઘરમાંથી મળ્યો હતો, ત્યારબાદ મુંબઈ પોલીસ આ સમગ્ર કેસ મામલે તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં અંદાજે 56 વયક્તિઓનું નિવેદન લેવામાં આવ્યું છે. સુશાંત આત્મહત્યા કેસ મામલે સુશાંતના પિતાએ પટનામાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી કે, આ બધા લોકોએ સુશાંતને આત્મહત્યા કરવા મજબૂર કર્યો સહિત આરોપ લગાવ્યા હતા.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણે જેવા નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, આ હત્યાનો મામલો છે.રિયા ચક્રવર્તીએ સુશાંતસિંહ રાજપૂતના પિતાએ પટનામાં તેમના વિરુદ્ધ પટનામાં દાખલ કરેલી અરજીને મુંબઈમાં સ્થાનાંતરિત કરવાની અરજી અદાલતમાં કરી હતી. રિયા ચક્રવર્તીની આ અરજી પર ન્યાયમૂર્તિ ઋષિકેશ રૉયની પીઠે મંગળવારના રોજ અભિનેત્રી સાથે સુશાંતના પિતા, બિહાર સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકારની દલીલો સાંભળી હતી. આ અરજી પર હવે કોર્ટ તેમનો આદેશ સંભળાવશે.