ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંત સિંહ રાજપૂત કેસ: NCB ટીમે શોવિક અને સેમુઅલ મિરાંડાની અટકાયત કરી

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં રિયા ચક્રવર્તીના ઘર પર NCBની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. NCBની ટીમ સવારે લગભગ 6:30 વાગે રિયા ચક્રવર્તીના ઘરે પહોંચી હતી.સુશાંત સિંહ રાજપૂત કેસમાં 75 દિવસ થઇ ગયા છે.NCB ટીમ દ્વારા તપાસ પાસાઓ પર તપાસ કરવામાં આવી રહી છે.ત્યારે NCB દ્વારા શોવિક અને સેમુઅલ મિરાંડાની અટકાયત કરવામાં આવી છે.

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ

By

Published : Sep 4, 2020, 7:53 AM IST

Updated : Sep 4, 2020, 11:14 AM IST

મુંબઇ: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ્સનો એંગલ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમ આ કેસમાં અનેક લોકોની ધરપકડ કરી ચૂકી છે. હવે સમાચાર આવ્યા છે કે NCBની ટીમે શુક્રવારે સવારે રિયા ચક્રવર્તીના સાંતાક્રૂઝ સ્થિત ફ્લેટ પર પહોંચી છે. અહીં ટીમ શોવિક ચક્રવર્તીના ડ્રગ્સ કનેક્શન અંગે સર્ચ ઓપરેશ ચલાવી રહી છે.

NCBના ડેપ્યુટી ડાઈરેક્ટર પણ ટીમ સાથે રિયાના ઘરે પહોંચ્યા છે. NCBની ટીમે ડ્રગ પેડ્લરની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ડ્રગ પેડ્લર શોવિક અને સેમ્યુઅલ મિરાન્ડાનું નામ લીધુ છે.

રિયા અને તેના ભાઈ શોવિક વચ્ચેની માર્ચ 2020ની એક વોટ્સએપ ચેટ બહાર આવી છે. આ ચેટમાં રિયા સીધે સીધુ ડ્રગ્સની માગણી કરતી જોવા મળી છે. રિયા ભલે ડ્રગ્સ લેવાનો ઈન્કાર કરે પરંતુ તેની વધુ એક ડ્રગ્સ ચેટ બહાર આવી છે. જેમાં તે ભાઈ શોવિક પાસે ડ્રગ્સની માગણી કરે છે.

NCB એ મામલે 2 ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે, તેમણે રિયાના ભાઇ શોવિકના નામનો ખુલાસો કર્યો છે. આ સાથે જ NCB સબુત મળ્યા છે કે શોવિક કોઇ ડ્રગ્સ પેડલરના સંપર્કમાં હતો.

Last Updated : Sep 4, 2020, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details