નવી દિલ્હીઃ સુશાંત સિંહ આપઘાત કેસ મામલો હવે ચર્ચિત બની ગયો છે, ત્યારે સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ એઈમ્સના તબીબોની એક ટીમ દ્વારા કરવામાં આવશે. આ ડૉક્ટરની ટીમ સીબીઆઈએ રચી છે. આ ટીમમાં એઈમ્સના ચાર ડોક્ટર સામેલ છે. આ ટીમનું નેતૃત્વ ડોક્ટર સુધીર ગુપ્તા કરી રહ્યાં છે. જો કે, સીબીઆઈએ ડૉક્ટરની ટીમને સુશાંતસિંહ રાજપુતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મોકલી આપ્યો છે.
સુશાંત કેસ: હાઈ પ્રોફાઈલ કેસની તપાસ કરનાર સુધીર ગુપ્તા સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તપાસશે - હાઈ પ્રોફાઈલ કેસ
સુશાંત સિંહ આપઘાત કેસ મામલો હવે ચર્ચિત બની ગયો છે, ત્યારે સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ એઈમ્સના તબીબોની એક ટીમ દ્વારા કરવામાં આવશે. આ ડૉક્ટરની ટીમ સીબીઆઈએ રચી છે. આ ટીમમાં એઈમ્સના ચાર ડોક્ટર સામેલ છે. આ ટીમનું નેતૃત્વ ડોક્ટર સુધીર ગુપ્તા કરી રહ્યાં છે. જો કે, સીબીઆઈએ ડૉક્ટરની ટીમને સુશાંતસિંહ રાજપુતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મોકલી આપ્યો છે.
આ અંગે એક કેમિકલ રિપોર્ટ પણ મોકલવામાં આવ્યો છે. આ રિપોર્ટના અધ્યનન બાદ ડૉક્ટરની ટીમ મુંબઈ જશે. મહત્વનું છે કે, ટીમનું નેતૃત્વ કરનારા ડૉક્ટર સુધીર ગુપ્તા એઈમ્સમાં ફોરન્સિક ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ છે. આ પહેલા તેઓ સુનંદા પુષ્કર અને શીના બોરા જેવા ચર્ચિત કેસના પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ કરી ચુક્યા છે.
આ ઉપરાંત પૂર્વ મહારાષ્ટ્ર ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ગોપીનાથ મુંડના મોત મામલે સીબીઆઈએ તપાસ કરી હતી. આ સમયે પણ સીબીઆઈએ ડૉક્ટર સુધીર ગુપ્તા સાથે કામ કર્યુ હતું. આમ, દેશની સૌથી મોટી મેડિકલ કોલેજના હેડ હોવાની સાથે તેઓ દેશના અનેક હાઈ પ્રોફાઈલ કેસમાં સીબીઆઈની મદદ કરી ચુક્યા છે. જેથી હવે સુશાંત કેસમાં પણ સુશાંતસિંહ રાજપુતના પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ કરશે.