મુંબઇઃ હાલમાં જ ઑસ્કરમાં બેસ્ટ ફીચર ફિલ્મનો ખિતાબ જીતીને ધુમ મચાવનારી પહેલી ઇન્ટરનેશનલ ફિલ્મ બની બોંગ જૂન- હોની પૈરાસાઇટને હાલમાં જ 'બાહુબલી' નિર્માતા એસ એસ રાજામૌલીએ બોરિંગ ગણાવી હતી, જે બાદ સોશિયલ મીડિયા પર કેટલાય લોકોએ તેને નિશાન બનાવ્યા હતા.
રાજામૌલીએ પૈરાસાઇટને લઇને હેરાન કરનારું નિવેદન આપ્યું હતું. એક ઇન્ટરવ્યુમાં જ્યારે તેમને ઑસ્કર-વિજેતા વિશે પુછવામાં આવ્યું ત્યારે રાજામૌલીએ કહ્યું કે, આ એક ખૂબ જ બોરિંગ ફિલ્મ હતી, એટલી કે તેને જોતા જ વચ્ચે હું સુઇ ગયો હતો.
તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં કેટલાઇ રિએક્શન સામે આવી રહ્યા છે.
વધુ લોકો નિર્માતા વિરૂદ્ધ સામે આવી રહ્યા છે, એકે લખ્યું કે, પૈરાસાઇટ ફિઝિક્સના નિયમોને નિશાના પર રાખતી નથી, એટલે કદાચ તમને પસંદ નહીં આવી હોય.
એક યૂઝરે એમ પણ કહ્યું કે, હવે એમાં કોઇ શંકા નથી કે, શા માટે આ વ્યક્તિએ સલમાનને શાહરુખ ખાન અને આમિર ખાન કરતા સારા અભિનેતા ગણાવ્યા છે.
આ ઉપરાંત તેના સમર્થનમાં પણ એક વ્યક્તિએ લખ્યું કે, #એસએસરાજામૌલી #પૈરાસાઇટની વચ્ચે જ સુઇ ગયા હતા, તો શું? બધાની સમજ અલગ હોય છે. બધાને સબટાઇટલ્સ પસંદ પડતા નથી. બધાને ગીતો વગરની ફિલ્મો ગમતી નથી અને બની શકે કે, તેમને સાચે બોરિંગ લાગી હોય. તમને પસંદ આવી?, તમે એન્જોય કરી?, સારી વાત છે. જો કોઇને પસંદ ન આવી તો... એ એમની પસંદ...
પૈરાસાઇટ દક્ષિણ કોરિયાઇ ફિલ્મ છે, જેને હાલમાં જ એકેડેમી ઍવોર્ડમાં 4 ઑસ્કર પોતાના નામ કર્યા હતા. જેમાંથી સૌથી મોટું હતું બેસ્ટ ફિચર ફિલ્મનો ખિતાબ. આ ઍવોર્ડની સાથે જ ફિલ્મે ઇતિહાસ રચ્યો હતો.