મુંબઇ: મેગાસ્ટાર શાહરૂખ ખાને તેના નાના પુત્ર અબરામ ખાન દ્વારા બનાવવામાં આવેલા સ્કેચનો ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં શેર કરવામાં આવેલા સ્કેચમાં અબરામે પોતાને અને પિતા શાહરૂખને એક પર્પલ કલરના હાર્ટથી જોડ્યા છે.
શાહરૂખના પુત્ર અબરામે બનાવ્યું મસ્ત ચિત્ર, જુઓ તસવીર - શાહરૂખ
અભિનેતા શાહરૂખ ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પુત્ર અબરામ ખાને બનાવેલી એક પેંઈન્ટિંગનો ફોટો શેર કર્યો છે. જેની સાથે તેણે એક ઇમોશનલ નોટ પણ લખી છે.
અભિનેતાએ આ તસવીર સાથેના કેપ્શનમાં લખ્યું છે, 'એક પિતા તરીકે, મારું સૌથી મોટું ગર્વ, વિનમ્રતા, પ્રેરણા અને અહીંયા સુધીની ઉપલદ્ધિ છે.' શાહરૂખ તેના પુત્ર અબરામને અનહદ પ્રેમ કરે છે. તે વારંવાર અબરામ વિશે કેટલાક નવા ખુલાસા કરતો રહે છે. એટલું જ નહીં, શાહરૂખ અબરામ સાથે દરેક તહેવારોની ઉજવણી કરે છે.
શાહરૂખ ખાનના કામની વાત કરીએ, તો તેણે થોડા સમય માટે ફિલ્મોમાંથી બ્રેક લીધો છે. વર્ષ 2019માં તેની કોઈપણ ફિલ્મ રિલીઝ થઈ નથી. શાહરૂખના ચાહકો તેની ફિલ્મની જાહેરાતની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.