ગુજરાત

gujarat

By

Published : Feb 27, 2020, 9:58 AM IST

ETV Bharat / sitara

કિંગખાને કેરળની શોધકર્તાને આપી Phd સ્કોલરશીપ, જાણો કોણ છે વિદ્યાર્થીની?

બૉલિવૂડ સ્ટાર શાહરૂખ ખાને મુંબઇમાં એક કાર્યક્રમમાં આયોજન કર્યું હતું, જેમાં તેણે કેરળની એક શોધકર્તાને શાહરૂખ ખાન લા ટ્રોબ યુનિવર્સિટી પીએચડી સ્કોલરશીપ સોંપી છે.

Etv Bharat, Gujarati News, Shahrukh Khan News
કિંગખાને આપી કેરળની શોધકર્તાને 'શાહરૂખ ખાન લા ટ્રોબ યુનિવર્સિટી Phd' સ્કોલરશીપ

મુંબઇઃ બૉલિવૂડ સ્ટાર શાહરૂખ ખાને મુંબઇમાં એક કાર્યક્રમમાં આયોજન કર્યું હતું, જેમાં તેમણે કેરળની એક શોધકર્તાને શાહરૂખ ખાન લા ટ્રોબ યુનિવર્સિટી પીએચડી સ્કોલરશીપ સોંપી છે. આ ખાસ અવસર પર શાહરૂખ બ્લેક કલરના સુટની સાથે વ્હાઇટ શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા. આ ઇવેન્ટમાં શાહરૂખે મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવાના પોતાના અનુભવને પણ રજૂ કર્યા હતા.

ગત્ત વર્ષે આ મહોત્સવે સમગ્ર ભારતની 60 ફિલ્મો અને લગભગ 22 ભાષાઓમાં ઉપમહાદ્વીપમાં સ્ક્રીનિંગ કર્યું હતું. વર્ષ 2019માં લા ટ્રોબા વિશ્વવિદ્યાલયની સાથે મહોત્સવનું સમાપન શાહરૂખ ખાન લા ટ્રોબ વિશ્વવિદ્યાલય પીએચડી સ્કોલરશીપની શરૂઆત કરી હતી. આ વર્ષે આ સ્કોલરશીપને ફીમેલ શોધકર્તા કેરળના ત્રિશૂરની ગોપિકા કોટ્ટનથરાયિલ ભાસીને સોંપવામાં આવી છે.

પશુ વિજ્ઞાન, પારિસ્થિતિકી અને આણ્વિક અધ્યયનના માધ્યમથી ખેતીના પદ્ધતિઓ પર કામ કરતી હોવાથી આ ખિતાબ મળ્યો છે. આ સમ્માન માટે 800 મહિલાઓને પસંદ કરવામાં આવી હતી. જેમાંથી આ પુરસ્કાર ગોપિકાને મળ્યો છે. તેમણે 26 ફેબ્રુઆરીએ મુંબઇમાં એક સમારોહમાં ચાર વર્ષની છાત્રવૃતિથી સમ્માનિત કરવામાં આવી છે.

આ ખાસ ઇવેન્ટમાં શાહરૂખ ખાને કહ્યું કે, 'હું મીતુનો આભાર માનું છું. હું પોતે મેલબર્નના પહેલા એમ્બેસેડરના રુપમાં છું અને મેં ગત્ત વર્ષે મેલબર્નના ભારતીય ફિલ્મ સમારોહમાં ભાગ લીધો હતો, જે ખૂબ જ સારો અનુભવ હતો. હું શિક્ષાના ક્ષેત્રમાં કટ્ટર અને ગોપિકાને શુભેચ્છા પાઠવું છું. તમામ લોકોને એજ્યુકેશનનો એક માર્ગ હાંસિલ કરવો છે અને શીખવાનો કોઇ જ અંત હોતો નથી. મહિલાઓએ દુનિયાભરમાં સશક્ત બનાવવાની કુંજી તેમને શિક્ષા પ્રદાન છે.'

વધુમાં શાહરૂખે કહ્યું કે, મને લાગે છે કે, ભારતમાં અથવા દુનિયામાં ક્યાંય પણ શિક્ષા એક પગલું આગળ છે. ગોપિકા ભાગ્યશાળી છે કે, તે જલ્દી જ લા ટ્રોબમાં ભણવા જઇ રહી છે, જે એક શાનદાર વિશ્વવિદ્યાલય છે. મને ખુશી છે કે, તેને પોતાની શોધ પર Phd કરવાનો અવસર મળ્યો છે. હું ગોપિકાના સમર્પણ અને દ્રઢ સંકલ્પની પ્રશંસા કરૂં છું.

ABOUT THE AUTHOR

...view details