એક ખાનગી મીડિયા રીપોર્ટ અનુસાર, અભિનેત્રીએ રિયલિટી શૉમાં જણાવ્યું હતું કે, " જ્યારે હું અને શાહરૂખ સાથે હોઈએ છીએ ત્યારે તે અનિલ (રવિનાના પતિ)ને કહે છે કે, તારી પત્ની એક બેસ્ટ સેંટેડ હિરોઈન છે. હું જ્યારે પણ તેની સાથે કામ કરૂં છું ત્યારે તેની ખુશ્બુથી આકર્ષાવ છે. "
SRKએ આ હિરોઈન માટે કહ્યું ' ખુશ્બૂ તેરા બદન' - રવિના ટંડન ન્યૂઝ
મુંબઈઃ 'ડર' ફિલ્મમાં એક ગીત આવે છે. 'જાદુ તેરી નઝર, ખુશ્બૂ તેરા બદન' પણ આ તો રીલ લાઈફની વાત છે. શાહરુખ ખાનને રિયલ લાઈફ જો કોઈ હિરોઈનની ખુશ્બૂ ગમતી હોય તો તે છે રવિના ટંડન. રવિનાએ એક રિયલિટી શૉમાં કબુલ્યુ હતું કે, "શાહરૂખના મતે તે બેસ્ટ સેંટેડ હિરોઈન છે અને અભિનેતા તેમની ખુશ્બૂથી તેમની તરફ આકર્ષિત થાય છે."
રવિના ટંડન
અભિનેત્રીએ આ વાત 'દ લાફ લિવ શૉ' દરમિયાન કરી હતી. આ સિવાય પણ રવિના ટંડને પોતાના વિશે અનેક રસપ્રદ વાત કરી હતી. જેમાં તેણે સોશિયલ મીડિયા અને તેના પરિવાર સહિત અનેક બાબત અંગે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 90 દશકમાં રવિના ટંડનની ગણતરી લોકપ્રિય અભિનેત્રીમાં થતી હતી. તેણે અક્ષય કુમાર અને ગોવિંદાની સાથે અનેક બ્લૉકબસ્ટર ફિલ્મ આપી છે. તેણે શાહરૂખ ખાન અને રમેશ સિપ્પી સાથે 1995માં ફિલ્મ 'જમાના દિવાના' અને 'યે લ્મહે જુદા' માં કામ કર્યુ હતું.