આ પાર્ટીમાં સજાવટના ભાગરૂપે મુકવામાં આવેલા એક દિવાની આંચ ઐશ્વર્યાની મેનેજર અર્ચના સચદેવના ડ્રેસને લાગતા તેમાં આગ લાગી હતી. આ સમયે શાહરુખ ત્યાં હાજર હતો અને તેનું ધ્યાન અર્ચના તરફ જતાં તે તરત તેને બચાવવા દોડ્યો હતો. અર્ચનાને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં હાલ તેનો ઈલાજ ચાલી રહ્યો છે. તેના ડાબા પગ અને હાથમાં ઈજાઓ થઇ છે. શાહરૂખને પણ થોડીઘણી ઇજા થઇ છે.
ઐશ્વર્યાની મેનેજરના લહેંગામાં લાગી આગ, શાહરૂખે દોડીને જીવ બચાવ્યો - srk saves aishwarya rai bachchans manager
મુંબઇ: બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ગ્રાન્ડ દિવાળી પાર્ટીમાં અભિનેતા શાહરૂખ ખાને ઐશ્વર્યા રાય બચ્ચનના મેનેજરને આગથી બચાવી હતી.અમિતાભ બચ્ચનના ઘરે બે વર્ષ બાદ ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બોલિવુડના દિગ્ગજ કલાકારો આ પાર્ટીમાં ઉમટી પડ્યા હતા. સૌ પાર્ટીમાં મસ્ત હતા ત્યાંજ એક દુર્ઘટના બની હતી. ઐશ્વર્યા રાય બચ્ચનની મેનેજર અર્ચના સદાનંદના લહેંગામાં અચાનક આગ લાગી હતી. આ સમાચારને ફરાહ ખાને પણ રદીયો આપ્યો છે. ફરાહે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અર્ચના સદાનંદના લહેંગામાં લાગેલી આગની સ્ટોરીનો સ્ક્રીનશોટ શેર કર્યા હતા.
અભિનેતા શાહરૂખ ખાને ઐશ્વર્યા રાય બચ્ચનની મેનેજરને આગથી બચાવી
ઉલ્લેખનીય છે કે,અમિતાભ બચ્ચનની આ પાર્ટીમાં શાહરૂખ પત્ની ગૌરી સાથે હાજર હતો. તેમના સિવાય શાહિદ કપૂર પત્ની મીરા સાથે, અક્ષયકુમાર અને ટ્વિંકલ ખન્ના, વિરાટ અને અનુષ્કા જેવા બોલિવૂડના તમામ સિતારાઓ હાજર હતાં.