મુંબઈ: બોલિવૂડના કિંગખાન શાહરૂખ ખાન ફરી એક વખત હેડલાઈન્સમાં છે, પરંતુ આ વખતે તે પોતે નહીં પરંતુ મધ્યયુગના શાસક ટીપુ સુલતાન છે.
હકીકતમાં ટ્વિટર પર 'પૂર્ણ બહિષ્કાર'ના હેશટેગ સાથેની SRKની એક તસવીર વાયરલ થઈ રહી છે. જે એક ફિલ્મના પોસ્ટરની જેવી લાગે છે. આ તસવીરમાં શાહરૂખને ટીપુ સુલતાન તરીકે બતાવવામાં આવ્યો છે. જેને શાહ-એ-મૈસુર તરીકે ઓળખવામાં આવે છે. સમાચાર ફેલાય રહ્યા છે કે, હવે કિંગ ખાન તેની આગામી ફિલ્મમાં ટીપુ સુલતાનનો રોલ કરવા જઈ રહ્યો છે.
હકીકતમાં ટ્વિટર પર ફરતા ફોટો શોટ એ ફેન-મેઈડ ટ્રેલર છે, જેમાં ચાહકે શરૂઆતમાં જ ડિસક્લેમર આપી હતી કે, તે ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યું છે. આમ છતાં આ તસવીર ટ્વિટર પર ફરી રહી છે. અને શાહરૂખનો સંપૂર્ણ બહિષ્કારના કેપ્શન સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.