ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શાહરુખ ખાન અને કરીના કપૂરે અમ્ફાનથી પ્રભાવિત લોકો માટે પ્રાર્થના કરતી પોસ્ટ કરી શેર - SRK kareena pray for amphan affected people

શાહરૂખ ખાને તેના ટ્વિટર હેન્ડલ પર અમ્ફાન ચક્રવાતથી પ્રભાવિત લોકો માટે પ્રાર્થના કરી છે. કરીના કપૂર ખાને પણ પશ્ચિમ બંગાળના ક્ષેત્રની તસવીર શેર કરીને પ્રભાવિત લોકો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

kareena SRK amphan
kareena SRK amphan

By

Published : May 23, 2020, 8:55 AM IST

મુંબઇ: સુપરસ્ટાર શાહરૂખ ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા પર અમ્ફાન ચક્રવાતથી પ્રભાવિત પશ્ચિમ બંગાળ અને ઓડિશાના લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

એસઆરકેએ ટ્વિટર પર લખ્યું હતું, 'બંગાળ અને ઓડિશામાં અમ્ફાન ચક્રવાતથી પ્રભાવિત એવા બધા લોકો માટે મારી પ્રાર્થના, મારા વિચારો અને પ્રેમ. સમાચારો મને અંદરથી હચમચાવે છે. દરેક મારા પોતાના છે મારા પરિવારની જેમ. જ્યાં સુધી આપણે ફરીથી સ્મિત ન કરી શકીએ ત્યાં સુધી આપણે આ મુશ્કેલ સમયમાં મજબૂત રહેવું પડશે.

કરીના કપૂર ખાને ઇન્સ્ટાગ્રામ પર અમ્ફાન અસરગ્રસ્ત વિસ્તારની હૃદયસ્પર્શી તસવીર શેર કરતાં કહ્યું કે, 'આપણે બધા વિશે વિચારવાની જરૂર છે.'

જ્યારચી અમ્ફાન ચક્રવાતના સમાચાર આવ્યા છે, ત્યારથી બૉલિવૂડ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે અને અસરગ્રસ્ત લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

'ડ્રીમ ગર્લ' સ્ટાર્સ આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચાએ પણ સોશિયલ મીડિયાની મદદથી ઓડિશા અને પશ્ચિમ બંગાળના લોકો માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. આ સિવાય અભિષેક બચ્ચન, કંગના રાનાઉત વગેરે પણ દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details