- ગૌરી ખાને આર્યન અને અબરામની તસવીર શેર કરી
- આર્યન અને અબરામ વિડીયો ગેમની મજા લેતા જોવા મળ્યા
- તસવીરમાં જોવા મળી આર્યન અને અબરામની શાનદાર ટ્યુનિંગ
હૈદરાબાદ: બોલીવૂડ કિંગ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. ગૌરી અવાર-નવાર પોતાના બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. ગૌરી દ્વારા શેર કરવામાં આવેલા તસવીર સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થઈ રહી છે. આ પહેલા ગૌરી ખાન પોતાની દીકરી સુહાના ખાનની તસવીર શેર કરીને ચર્ચામાં આવી હતી.
અબરામે વિડીયો ગેમનો આનંદ માણ્યો
ગૌરી ખાને પોતાના બંને દીકરા આર્યન ખાન અને અબરામની તસવીર ટ્વિટર પર શેર કરી છે. તેમણે આ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, 'બૉય્ઝ નાઇટ આઉટ.' તસવીરમાં તમે જોઈ શકો છો કે નાનકડો અબરામ પોતાના મોટા ભાઈ આર્યનના ખોળામાં બેસીને વિડીયો ગેમનો આનંદ માણી રહ્યો છે. બંનેની ટ્યુનિંગ આ તસવીરમાં ઘણી જ સુંદર જોવા મળી રહી છે. આ પોસ્ટ પર ગૌરી અને શાહરૂખના ફેન સતત લાઇક અને કોમેન્ટ કરી રહ્યા છે.
ભવિષ્યમાં આર્યન ખાન બોલીવૂડમાં આવશે કે કેમ?