મુંબઈઃ બૉલીવુડ અભિનેતા સની દેઓલ પોતાની સુપરહિટ ફિલ્મ 'દામિની'ની રિમેક બનાવવા પર વિચાર કરી રહ્યાં છે, જેના માટે શાહરૂખ ખાને તેમની મદદ કરી છે.
સની દેઓલ તેના પુત્ર કરણ દેઓલ સાથે દામિની ફિલ્મની રિમેક બનાવવા માગે છે. જેના રાઈટ્સ નિર્માતા કરિમ મોરાની અને અલીઅ શાહરૂખ ખાનની ફિલ્મ કંપની રેડ ચિલીઝને વેચી દીધા હતા. શાહરૂખ ખાનને જ્યારે આ વાતની ખબર પડી કે સની દેઓલ દામિનીની રિમેક બનાવવાં માગે છે તો તેમણે સામેથી આ રાઈટ્સ સની દેઓલને આપી તેમની મદદ કરી છે.