ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શાહરૂખ ખાનની પિતરાઇ બહેન નૂરજહાંનું નિધન - કિંગ ખાન શાહરૂખ ખાન

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની પિતરાઇ બહેન નૂરજહાંનું પાકિસ્તાનનાં પેશાવરમાં નિધન થયું છે. નૂરજહાંના નાના ભાઇ મંસૂર અહમદે જણાવ્યું કે, તેઓ કેટલાક સમયથી કેન્સરથી પીડિત હતાં.

શાહરૂખ ખાનની પિતરાઇ બહેન નૂર જહાંનું થયું નિધન
શાહરૂખ ખાનની પિતરાઇ બહેન નૂર જહાંનું થયું નિધન

By

Published : Jan 29, 2020, 12:40 PM IST

મુંબઇ: કિંગ ખાન શાહરૂખ ખાનની પિતરાઇ બહેન નૂરજહાંનું પાકિસ્તાનનાં પેશાવરમાં કેન્સરથી નિધન થયું છે. નૂરજહાના નાના ભાઇ અહમદે નિધનના સમાચાર આપ્યા હતા અને જણાવ્યું હતું કે, તેઓને લાંબા સમયથી કેન્સર હતું. તેમના પતિ આફ બુરહાને જણાવ્યું કે, તેમને મોઢાનું કેન્સર હતું.

નૂર શાહરૂખ ખાનની પિરતાઇ બહેન હતી. તેઓ પેશાવરમાં કિસ્સા ખ્વાની માર્કેટના નજીક આવેલા મોહલ્લાહ શાહના કતાલમાં રહેતાં હતાં. નૂરજહાં ડિસ્ટ્રિક્ટ અને સિટી કાઉન્સિલર રહી ચૂક્યાં છે. નૂરજહાં શાહરૂખ ખાનને મળવા ભારતમાં બે વખત આવ્યાં હતાં. બંન્ને પરિવારો વચ્ચે ખુબ જ સારા સંબંધો હતો.

નૂર અવામી નેશનલ પાર્ટીથી મહિલા સીટ પર પણ ચૂંટણી લડી ચૂકી હતી. વર્ષ 1947માં ભારત-પાકિસ્તાન વિભાજન દરમિયાન શાહરૂખના પિતા તાજ મોહમ્મદ દિલ્હી આવી ગયા હતા, પરંતુ તેમના કાકા ગુલામ મોહમ્મદે પાકિસ્તાનમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details