મુંબઇ: દિગ્ગજ સુપરસ્ટારનું અવસાન થયાના કલાકો બાદ શાહરૂખ ખાને ગુરુવારે સર્વગીય સ્ટાર માટે ભાવુક પોસ્ટ લખી અને એક જૂની તસવીર શેર કરી.
શાહરૂખ ખાને પોતાના અને ઋષિ કપૂરની તસવીર સાથેની એક કેપ્શન તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર લખી અને સ્ટારને શ્રદ્ધાંજલિ આપી.
કેપ્શનની લાઇનો...
ફિલ્મ્સની દુનિયામાં પગ મૂકતી વખતે, હુ ખુબ ગભરાઇ ગયો હતો કે, હુ કેવો લાગીશ ત્યારે મારા પાસે કોઇ ટેલેન્ટ પણ નહોતું. પરતું ફેલ થવાના વિચારોનો કોઇ મતલબ નથી. કેમકે હુ ફેલ થઇશ તો પણ મહાન એક્ટર જેને હુ જાણતો હતો એને તેમની સાથે કામ કરતો હતો. ઋષિ સાહેબ...
અભિનેતા સાથે શૂટિંગની યાદોને શેર કરતાં એસઆરકેએ કહ્યું કે, 'શૂટિંગના પહેલા જ દિવસે તે પેકઅપ પછી પણ મારા શુટીંગના સીન માટે બેઠા, ત્યારે તેમને હસીને કહ્યું કે, યાર તુઝમે એનર્જી બહુત હૈ.. ' જે દિવસે હું મનમાં અભિનેતા બની ગયો.
ખાને વધુમાં કહ્યું કે, 'થોડા મહિના પછી હું તેમને મળ્યો અને ફિલ્મમાં મને સ્વીકારવા બદલ આભાર માન્યો, તેમણે મને કઈ રીતે પ્રેરણા આપી તે અંગે તેમને કોઈ ખ્યાલ નહોતો.'
અંતે, કિંગ ખાને ભારે હૃદયથી લખ્યું, 'હું તમને હંમેશા મારા દીલમાં રાખીશ, સર તમારી બહુજ યાદ આવશે,,પ્યાર, આભાર અને સ્નમાનની સાથે....હમેંશા.