ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શાહરુખ ખાને શેર કરી ગણેશજીની મૂર્તિની તસવીર, જૂઓ લોકોએ શું આપી પ્રતિક્રિયા - શાહરુખખાન લેટેસ્ટ ન્યૂઝ

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખખાને રવિવારે ભગવાન ગણેશને વિદાય આપી હતી. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભગવાન ગણેશની મૂર્તિની તસવીર શેર કરી હતી. ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર દસ લાખથી વધુ આ તસવીર ચાહકોએ પસંદ કરી હતી.

શાહરુખખાને શેર કરી ગણેશજીની મૂર્તિની તસવીર, આવી ગઈ આવી આવી પ્રતિક્રિયા
શાહરુખખાને શેર કરી ગણેશજીની મૂર્તિની તસવીર, આવી ગઈ આવી આવી પ્રતિક્રિયા

By

Published : Sep 20, 2021, 1:55 PM IST

  • સુપરસ્ટાર શાહરૂખખાને રવિવારે ભગવાન ગણેશની મૂર્તિને વિદાય આપી
  • કેટલાક અભિનેતાઓએ તેના બિનસાંપ્રદાયિક અભિગમની પ્રશંસા કરી
  • શાહરૂખખાન હાલ 'પઠાણ' માટે શૂટિંગ કરી રહ્યો છે

ન્યૂઝ ડેસ્ક : સુપરસ્ટાર શાહરૂખખાને રવિવારે રાત્રે ભગવાન ગણેશની મૂર્તિને વિદાય આપી હતી. સાથે તેણે બાપ્પાને આવતા વર્ષે ફરી વહેલા પધારવાની પ્રાર્થના કરી હતી. અભિનેતાએ શેર કરેલી ગણેશ મૂર્તિની તસવીર સોશિયલ મીડિયા પર લાખો ચાહકોએ પસંદ કરી હતી.

આવતા વર્ષે ફરી પધારે ત્યાં સુધી આશીર્વાદ માગ્યાં

શાહરૂખખાને તસવીર શેર કરતા લખ્યું કે, "ભગવાન ગણેશના આશીર્વાદ આપણાં સાથે રહે જ્યાં સુધી તેઓે આવતા વર્ષે ફરી પધારે. ગણપતિ બાપ્પા મોરયા..!!!" તસવીર શેર થયાની ગણતરીની મીનિટોમાં જ એક મિલિયનથી પણ વધારે ચાહકોએ લાઈક્સ આપી હતી.

કેટલાકે ટીકા પણ કરી

જ્યારે બોલિવૂડના કેટલાક સુપરસ્ટારે અભિનેતાઓએ તેના બિનસાંપ્રદાયિક અભિગમની પ્રશંસા કરી. તો કેટલાક લોકોએ મુસ્લિમ હોવાના કારણે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા બદલ તેની આકરી ટીકા કરી અને તેને "પાપી કૃત્ય" ગણાવ્યું. જો કે, નકારાત્મક ટિપ્પણીઓથી પરેશાન થયા વિના શાહરૂખખાને દર વર્ષે ગણેશ ચતુર્થી દરમિયાન પોતાના ઘરે ભગવાન ગણેશનું સ્વાગત કરવાની પરંપરાનું પાલન કરવાનું ચાલુ રાખ્યું છે.

આગામી ફિલ્મમાં દીપિકા સાથે જોવા મળશે

શાહરૂખખાન છેલ્લે આનંદ એલ. રાયની ઝીરો ફિલ્મમાં જોવા મળ્યો હતો. હાલમાં 'પઠાણ' માટે શૂટિંગ કરી રહ્યો છે. જેમાં દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ છે. આ ફિલ્મે ઘણાં લોકોને આશ્ચર્યમાં મૂક્યાં છે કેમ કે તેમાં સલમાનખાનનો વિસ્તૃત કેમિયો પણ હશે.

આ પણ વાંચોઃ શાહરુખ ખાને આ રીતે ઉજવી જન્માષ્ટમી !

આ પણ વાંચોઃIT દરોડા પછી સોનુ સુદે સોશિયલ મીડિયા પર લખી પોસ્ટ, લખ્યું- 'કર' ભલા, હો ભલા

ABOUT THE AUTHOR

...view details