ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડની 'ચાંદની' (Bollywood Chandani) એટલે કે શ્રીદેવીને આજે ગુરુવારે દુનિયાને અલવિદા કહ્યું ના 4 વર્ષ (Sridevi Death Anniversary) પૂર્ણ થઇ ગયા છે. ચાર વર્ષ પહેલાં, આ દિવસે એટલે કે 24 ફેબ્રુઆરી 2018ના રોજ તેમના આકસ્મિક નિધનના સમાચાર મળ્યા હતા. શ્રીદેવીના અચાનક મૃત્યુના સમાચાર સાંભળી લોકોના મનમાં એક સવાલ ઉદ્ભવ્યો કે આખરે અચાનક એવું તો શું થયું ગયું કે અચાનક 54 વર્ષની વયે શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહી દીધું. કારણ કે તેના મૃત્યુના થોડા દિવસો પહેલા, તે ફેમિલી ફ્રેન્ડ મિટીંગ દરમિયાન એકદમ સ્વસ્થ નજર આવી હતી. આખરે શ્રીદેવીના મૃત્યુની રાત્રે શું થયું (Sridevi Death Reason) અને રૂમ નંબર 2201 કેમ બની ગયો રહસ્ય?
શ્રીદેવી પ્રથમવાર ફોરઇન ટ્રિપ પર એકલી રહી હતી
જણાવીએ કે, શ્રીદેવી પ્રથમવાર ફોરઇન ટ્રીપ પર એકલી રહી હતી અને તે તેમના જીવનની પ્રથમ અને છેલ્લી સફર સાબિત થઇ હતી. શ્રીદેવીના પતિ બોની કપૂરે તેની મોતની રાત અંગે કોમલ નાહટા સાથે ખુલીને વાત કરી હતી. 20 ફેબ્રુઆરી શ્રીદેવી તેના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં દુબઈ ગઈ હતી. બોની કપૂર અને તેમની નાની દીકરી ખુશી પણ તેમની સાથે આ લગ્નમાં જોડાઈ હતી, પરંતુ લગ્ન પછી બન્ને મુંબઈ પરત ફર્યા હતા. જો કે શ્રીદેવી દુબઈમાં જ રોકાઈ હતી. આ બાદ તેણે દુબઈની જુમેરાહ અમીરેટસ ટાવર હોટેલના રૂમ નંબર 2201માં રોકાઇ હતી.
સમગ્ર ઘટના વિશે બોની કપૂરે કોમલ નાહટાને જણાવ્યું
આ સાથે જ બોની કપૂર જણાવે છે કે, શ્રીદેવીને કોમલ નાહટાને કહ્યું કે, શ્રીદેવીનું દુબઈમાં જ રહેવાનું નક્કી કર્યું હતું, કારણ કે તેને જાનવી માટે શોપિંગ કરવી હતી. પરંતુ તે 21 ફેબ્રુઆરીએ શોપિંગ કરવા જઈ શકી ન હતી. 24 ફેબ્રુઆરી સવારે શ્રીદેવી અને બોની કપૂરે વચ્ચે વાત થઇ હતી. આ દરમિયાન શ્રીદેવીએ બોની કપૂરને કહ્યું કે, "પાપા (શ્રીદેવી બોનીને આ નામથી બોલાવતી હતી) હું તમને મિસ કરી રહી છું". બોની કપૂરે પહેલા જ પ્લાન ઘડી લીધો હતો કે, તેઓ દુબઇ જશે, પરંતુ તેણે વિચાર્યું કે અચાનક ત્યાં જઇ શ્રીદેવીને સપ્રાઇઝ આપીશ. આ સાથે જાનવીને પણ તેની માતા પ્રત્યે ચિંતા થઇ રહી હતી, કારણ કે શ્રીદેવીને એકલા રહેવાની આદત ન હતી. આ સંજોગોમાં તે તેનો પાસપોર્ટ અથવા તો કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજો ગુમાવવાની સંભાવના હતી..
આ પણ વાંચો:ટ્વિટર પીયરીયુ તો કોર્ટ બન્યુ સાસરીયુ:કંગનાને ફરી કોર્ટનું ફરમાન, ટાઈમ મેગેઝીનની દાદીએ કરી ફરીયાદ