મુંબઇ: જાન્હવી કપૂરના બાળપણની એક તસવીર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે, આ ફોટોને તેની માતા શ્રીદેવીએ થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીર વર્ષ 2016માં ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં જાન્હવી વાળ વિનાના લુકમાં છે. કપાળ પર લાલ ટપકું છે અને ગળામાં સોનાની ચેન છે જે તેના પેટ સુધી છે, તે ખૂબ જ સુંદર લાગે છે.
જાહ્નવી કપૂરાના 2016ના જન્મદિવસ પર શ્રીદેવીએ કરેલી પોસ્ટ થઈ વાઇરલ - જાન્હવી કપૂરાના જન્મદિવસ
જાહ્નવી કપૂરને તેની માતા સ્વ. શ્રીદેવીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જે પોસ્ટ ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. તસ્વીરમાં, જાહ્નવીના માથા પર વાળ નથી અને કપાળ પર લાલ ટપકું છે અને તેના ગળામાં સોનાની ચેન છે, જે તેના પેટ સુધી પહોંચી રહી છે.
જાન્હવી કપૂરાના જન્મદિવસ પર સ્વ. માતા શ્રીદેવીની પોસ્ટ એક વખત ફરી થઇ વાઇરલ
6 માર્ચ, 2016ના રોજ પોતાની પુત્રી માટે ભાવનાત્મક પોસ્ટ શેર કરતી વખતે શ્રીદેવીએ તેના ઓફિશિયલ એકાઉન્ટ પર લખ્યું હતું કે, 'મિસિંગ યુ જાનુ. જન્મદિવસની શુભેચ્છાઓ.અભિનેત્રીના શબ્દોથી સ્પષ્ટ થાય છે કે તે તેમના જન્મદિવસ પર પોતાની પુત્રીથી દૂર હતી, અને ખૂબ ભાવુક હતી.