મુંબઇ: કોરોના વાયરસથી આખી દુનિયા ભયમાં છે. ત્યારે લિજેન્ડરી સિંગર એસ.પી બાલાસુબ્રમણ્યમ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. હાલમાં તેની સારવાર ચેન્નાઈના MGM હેલ્થકેર ખાતે કરવામાં આવી રહી છે.
હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા અનુસાર સુબ્રમણ્યમને છેલ્લા 48 કલાકથી આઈસીયુમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે, પરંતુ તેમની હાલત સ્થિર છે. ડોક્ટરે કહ્યું કે તેને પ્લાઝ્મા થેરાપી આપવામાં આવી રહી છે અને કોરોના સામે લડવા માટે રેમડેસિવિર દવા પણ આપવામાં આવશે.
આ દરમિયાન, બાલાસુબ્રમણ્યમના પુત્ર એસ.પી ચરણે એક વીડિયો દ્વારા જણાવ્યું હતું કે તેના પિતાની હાલત હવે સ્થિર છે અને તેના ફેફસાં પહેલા કરતાં વધુ સારી રીતે કામ કરવાનું શરૂ કરી દીધા છે. સાથે જ જણાવ્યું કે બાલસુબ્રમણ્યમની સ્થિતિ સુધારવામાં સમય લાગશે.
એસ.પી બાલાસુબ્રમણ્યનને કોરોના સંક્રમણ લાગ્યાં બાદ હવે તેમની પત્ની સાવિત્રી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેની સારવાર પણ હોસ્પિટલમાં ચાલી રહી છે.
સિંગરના ચાહકો સતત તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે. ચાહકો ઉપરાંત ઘણા બોલિવૂડ સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા ગાયકના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. ઉલ્લોખનીય છે કે, બાલાસુબ્રમણ્યમ 5 ઓગસ્ટે કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાગ તેમના હળવા લક્ષણો દેખાકા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.