ન્યૂઝ ડેસ્કઃ ચેન્નઈની એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરાયેલા બાલાસુબ્રહ્મણ્યમનો કોરોના રિપોર્ટ થોડા દિવસો પહેલા નેગેટિવ આવ્યો હતો. તેમના પુત્ર એસપી ચરણે પણ આ અંગે એક ટ્વિટ કર્યું છે. પરંતુ ગઈકાલ રાતથી તેમની તબિયત અચાનક કથળી હતી. ગાયકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
સિંગર એસપી બાલાસુબ્રમણ્યમની તબિયત બગડી, શ્વાસ લેવામાં થઈ રહી છે તકલીફ - MGM management
સિંગર એસપી બાલાસુબ્રમણ્યમની તબિયત ફરી એકવાર કથળી છે. બુધવારે રાત્રે તેમની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. ગુરુવાર સવારથી ગાયકનું સ્વાસ્થ્ય ખૂબ ચિંતાજનક રીતે કથળી ગયું છે.
![સિંગર એસપી બાલાસુબ્રમણ્યમની તબિયત બગડી, શ્વાસ લેવામાં થઈ રહી છે તકલીફ Balasubrahmanyam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8924086-thumbnail-3x2-cve.jpg)
સિંગર એસપી બાલાસુબ્રમણ્યમ
જેથી બાલાસુબ્રમનિયમના ચાહકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આપને જણાવી દઈએ કે, એસપી બાલાસુબ્રમણ્યમ કોરોનાથી સંક્રમિત થયા હતા. ત્યારથી દેશ અને દુનિયામાં તેમના સારા સ્વાસ્થ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, તેમની પત્ની સાવિત્રી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમની પણ સારવાર કરવામાં આવી રહી છે.