વિશાખાપટ્ટનમઃ અલ્લુ અર્જુન, રામ ચરણ, વિજય દેવરકોન્ડા અને નાની વગેરે જેવા અન્ય સ્ટાર્સે ગુરુવારે સવારે વિશાખાપટ્ટનમના આર આર વેંકટપુરમ ગામમાં એલજી પૉલીમર્સમાં દુર્ભાગ્યપૂર્ણ ગેસ લિકેજથી પ્રભાવિત પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી હતી.
અલ્લુ અર્જુને લખ્યું કે, વિજગ, જે મારા જીવનમાં સૌથી ખાસ જગ્યાઓમાંની એક છે, તેને આ રીતે તેને જોવું એ એક દુઃખદ બાબત છે. હું આ ભિષણ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. એવા પરિવારો પ્રતિ મારી સંવેદના, જેમણએ પોતાના લોકોને ગુમાવ્યા છે અને તેમને જલ્દી જ સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરું છું.
જર્સીના અભિનેતા નાનીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ ખૂબ જ દયનીય છે, આ વધુ ખરાબ થઇ રહ્યું છે. અસહ્ય હોવાથી આપણી પાસે પ્રાર્થના કરવા સિવાય કોઇ ઉપાય નથી.