ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને સારા અલી ખાન ફરી એકવાર સાથે દેખાયા - બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે નાઈટઆઉટ કરતી જોવા મળી હતી. આ ગેટ ટૂ ગેધરમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા અને નિર્દેશક પુરી જગન્નાથ પણ જોવા મળી રહ્યા હતા.

સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને સારા અલી ખાન ફરી એકવાર સાથે દેખાયા
સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને સારા અલી ખાન ફરી એકવાર સાથે દેખાયા

By

Published : Mar 24, 2021, 9:40 AM IST

  • ચાર્મી કોરે સોશિયલ મીડિયા પર શેર કર્યા કેટલાક ફોટો
  • હું વિજય દેવરકોંડાની બહુ મોટી ફેન છુંઃ સારા અલી ખાન
  • સારા અને વિજય એકબીજાને ડેટિંગ કરતા હોવાની ચર્ચા

આ પણ વાંચોઃબોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન, મલાઈકા અરોરા અને અન્ય સિતારાઓ અહીં દેખાયાં

હૈદરાબાદઃ બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાને આ અંગે કહ્યું હતું કે, તે સુપરસ્ટાર વિજય દેવરકોંડાની બહુ મોટી ફેન છે. સોમવારે રાત્રે તેને વિજય સાથે સમય પસાર કરવાનો મોકો મળ્યો હતો. લિગરની પ્રોડ્યુસર ચાર્મી કોરે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા હતા, જેમાં સારા આ તમામ સાથે જોવા મળી હતી. ચાર્મીએ ફોટો કેપ્શનમાં લખ્યું કે, જ્યારે કળા કેટલાક કલાકારોને સાથે લાવે છે તો કંઈક આવું દૃશ્ય સર્જાય છે.

આ પણ વાંચોઃથલાઈવીના ટ્રેલર લોંચમાં AL વિજય અને અરવિંદ સ્વામીના વખાણ કરતા ભાવુક થઈ કંગના

મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા સારા અને વિજય

આપને જણાવી દઈએ કે, સારા અને વિજય કેટલાક દિવસોથી ચર્ચામાં છે. બંનેની ડેટિંગ અંગે પણ સમાચાર આવી રહ્યા છે. થોડા મહિના પહેલા જ સારા અલી ખાન મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં વિજય સાથે જોવા મળી હતી. અહીંથી તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં તેણે ફેન્સ મુમેન્ટનું સ્ટિકર પણ લગાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details