ગુજરાત

gujarat

ETV Bharat / sitara

લૉસ એન્જલસમાં ફસાયેલી આ અભિનેત્રીએ ઈદ પર મિત્રો માટે બનાવ્યાં વિવિધ પકવાન - Los Angeles

લોકડાઉન દરમિયાન લૉસ એન્જલમાં ફસાયેલી અભિનેત્રી સૌંંદર્યા શર્માએ ઈદના અવસરે પોતાના નજીકના મિત્રોને વિવિધ પકવાન બનાવી મોકલ્યાં હતાં.

saundrya sharma, Etv Bharat
saundrya sharma

By

Published : May 25, 2020, 5:03 PM IST

લોસ એન્જલિસ: અભિનેત્રી સૌંદર્ય શર્મા હાલ લોકડાઉનને કારણે લોસ એન્જલસમાં ફસાઈ ગઈ છે, આવી સ્થિતિમાં તે અહીં રહેતા મિત્રોમાં ખુશી શેર કરવા માટે એક સ્વાદિષ્ટ ઈદ ડીશ તૈયાર કરી હતી.

સૌંદર્ય શર્માએ કહ્યું કે, હું મારા મિત્રો વિશે વિચારતી હતી, જે અહીં અટવાઈ ગયા છે અને તેઓ તેમના પરિવાર સાથે ઈદની ઉજવણી કરી શકતા નથી અને ઘરે બનાવેલી વાનગીઓનો આનંદ પણ માણી શકતા નથી. તેથી વિવિધ પકવાનો બનાવવાનો નિર્ણય લીધો અને તેમને આ બધી વસ્તુઓ તેમને મોકલી.

આ પકવાનોમાં નમકીનથી લઈ મીઠાઈ જેવા વિવિધિ પકવાનો સામેલ હતાં.

વધુમાં શર્માએ ઉમેર્યુ કે, મેં દહી વડા, પશ્તુની જરદા પુલાવ બનાવ્યો, જેને મેં ઇદને ધ્યાનમાં રાખીને કેસર અને ગુલાબજળથી સજાવટ કરી હતી, તે સાથે મેં કીલી કુડુ અને સ્વીટ ડબલ પણ બનાવ્યું હતું, જે મીઠાઈ છે.'

ABOUT THE AUTHOR

...view details