કલકત્તા: વરિષ્ઠ બંગાળી અભિનેતા સૌમિત્રા ચેટર્જીની તબિયત વધુ ખરાબ થતા શુક્રવારે મોડી રાત્રે તેમને ખાનગી હોસ્પિટલના ICUમાં ખસેડાયા હતા. હોસ્પિટલના સૂત્રોએ શનિવારે આ માહિતી આપી હતી.
વરિષ્ઠ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીની હાલત ગંભીર, ICUમાં દાખલ કરાયા - સૌમિત્ર ચેટર્જીની હાલત ગંભીર
પ્રખ્યાત બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટરજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત વધુ લથડતા તેમને શુક્રવારે મોડી રાત્રે ICUમાં ખસેડાયા હતા.
સૌમિત્ર ચેટર્જીનો કોરોના રિપોર્ટ 5 ઓક્ટોબરના રોજ પોઝિટિવ આવ્યો હતો. અભિનેતાને ઘણી બીમારીઓ હતી. તેમને હાલ ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. કોવિડ -19 પોઝિટિવ આવ્યા બાદ 5 ઓક્ટોબરે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારે તેમની સ્થિતિ સ્થિર હતી. તે ઘણા દિવસોથી બીમાર હતા અને તેમને તાવ પણ આવ્યો હતો. તેઓ અભિનેતા પરમબ્રત ચટ્ટોપાધ્યાય દ્વારા નિર્દેશિત 'અભિયાન' નામક એક ડોક્યુમેન્ટરીનું શૂટિંગ કરી રહ્યા હતા.
તેમણે 1 ઓક્ટોબરના રોજ ભરથલક્ષ્મી સ્ટુડિયોમાં શૂટિંગ કર્યું હતું. આગળનું શૂટિંગ 7 ઓક્ટોબરના રોજ હતું. મળતી માહિતી મુજબ અભિનેતાને ફેફસા સંબધી બિમારી છે. ગયા વર્ષે ન્યુમોનિયાના કારણે થોડા દિવસો માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સૌમિત્ર ચેટરજી બંગાળના સૌથી મોટા કલાકારોમાં ગણાય છે. સૌમિત્ર ચેટર્જીએ 1955 માં સત્યજીત રેની ફિલ્મ 'અપુર સંસાર' થી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો.