ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રોહિત શેટ્ટીના બર્થડે પર ફેન્સને ભેટ, અક્ષય-કેટરિનાની 'સૂર્યવંશી' ની રિલીઝ ડેટ થઈ જાહેર - અક્ષય કુમાર

અક્ષય કુમાર અને કેટરિના કેફ સ્ટારર ફિલ્મ સૂર્યવંશીમાં અજય દેવગણ અને રણવીર સિંહ કેમિયોમાં નજર આવશે. સૂર્યવંશી હવે સિનેમા ઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

sooryavanshi
sooryavanshi

By

Published : Mar 14, 2021, 1:28 PM IST

  • અક્ષય-કેટરિનાની 'સૂર્યવંશી' ની રિલીઝ ડેટ થઈ જાહેર
  • સૂર્યવંશીમાં અજય દેવગન અને રણવીર સિંહ કેમિયો કરશે
  • સૂર્યવંશી ફિલ્મ 30 એપ્રિલ, 2021ના રોજ રિલીઝ થશે

હૈદરાબાદ: બોલિવૂડના જાણીતા નિર્દેશક રોહિત શેટ્ટી આજે એટલે કે 14 માર્ચ 2021ના રોજ તેનો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને આ ખાસ પ્રસંગે તેની ફિલ્મ 'સૂર્યવંશી' ની રિલીઝ ડેટની ઘોષણા કરી છે. ફિલ્મ 30 એપ્રિલ, 2021ના રોજ રિલીઝ થશે.

સૂર્યવંશીમાં અજય દેવગન અને રણવીર સિંહ કેમિયો કરશે

સૂર્યવંશી ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. તે જ સમયે અજય દેવગન અને રણવીર સિંહ કેમિયોમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર 1 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ કોરોના વાયરસને કારણે ફિલ્મની રિલીઝ અટકી ગઈ હતી.

આ પણ વાંચો:અક્ષય અને રણવીરના ચાહકો માટે સારા સમાચાર, 'સૂર્યવંશી' અને '83' સિનેમાઘરોમાં થશે રિલીઝ

સૂર્યવંશી ફિલ્મ 30 એપ્રિલ, 2021ના રોજ રિલીઝ થશે

અક્ષય કુમારે એક વીડિયો શેર કર્યો છે, જેમાં બતાવવામાં આવ્યું હતું કે, સૂર્યવંશીનું ટ્રેલર 1 વર્ષ પહેલા 2 માર્ચના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતુ. ફેન્સ દ્વારા ટ્રેલરને ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતુ પરંતુ કોરોના વાયરસને કારણે બધુ અટકી ગયું હતુ. ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી સાથે એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું. ભલે એક વર્ષ વીતી ગયું પરંતુ વચન એ વચન છે. હવે આ પ્રતીક્ષા પૂરી થઈ. સૂર્યવંશી ફિલ્મ 30 એપ્રિલ, 2021ના રોજ રિલીઝ થશે.

આ પણ વાંચો:કેટરીના બની "સૂર્યવંશી" ગર્લ, અક્ષય કુમારે કર્યું સ્વાગત

ABOUT THE AUTHOR

...view details