ફિલ્મ ક્રિટિક તરણ આદર્શએ પોતાના ટ્વીટર પર ટ્વીટ કરી આ ફિલ્મની રિલીઝ વિશેની જાણકારી આપી હતી. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મ 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
દબંગ 3ની રિલીઝ ડેટ જાહેર, ટૂંક સમયમાં જ આવશે 'ચૂલબુલ પાંડે' - દબંગ
મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની દબંગ ફિલ્મનો દર્શકો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની ડેટને લઈ અલગ અલગ ક્યાશ લગાવવામાં આવી રહ્યા હતા, જો કે, હવે તેનો અંત આવી ગયો છે. હાલમાં જ આ ફિલ્મની ઓફિશિયલ રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.
ફિલ્મ ક્રિટિકે સલમાન ખાન વાળા ચૂલબુલ પાંડેના નવા લૂક સાથે માસ્ટરક્લાસ પ્રભુદેવા વાળો એક ફોટો શેર કર્યો અને લખ્યું હતું કે,"રિલીઝ ડેટ ફાઇનલ"...#ચૂલબુલ પાંડે, 20 ડિસેમ્બર 2019ના રોજ આવી રહી છે...#દબંગ-3 હિન્દી, કન્નડ, તમિલ અને તેલૂગુ ભાષામાં રિલીઝ થશે.સલમાન ખાને #વોન્ટેડ પછી પ્રભુદેવાની સાથે ટીમ-અપ કર્યુ છે."
સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ દબંગનું ત્રીજા ભાગનું શૂટીંગ રાજસ્થાનમાં ચાલી રહ્યું છે. ચૂલબુલ પાંડેની હિરોઈન સોનાક્ષી સિંહાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર પોતાનો નવો લૂક શેર કર્યો હતો.