બુધવારે દિગ્ગજ અભિનેત્રી સોની રાઝદાને પોતાના જીવનમાં વીતી ગયેલી પળને તાજા કરી હતી. ફિલ્મ 'ગુમરાહ'ને યાદ કરતા અભિનેત્રીએ જણાવ્યું કે, વર્ષ 1993માં આવેલી આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ આલિયા તેમના પેટમાં આવી ગઈ હતી. જ્યારે અભિનેત્રી સોની રાઝદાન આ બાબતથી અજાણ હતી. ફિલ્મ 'ગુમરાહ'માં શ્રીદેવી અને સંજય દત્ત મુખ્ય ભૂમિકાઓમાં હતા અને નિર્દેશન મહેશ ભટ્ટે કર્યું હતું.
સોની રાઝદાને વીતેલી પળોને તાજી કરી, કહ્યું શૂટિંગ દરમિયાન આલિયા પેટમાં હતી - gujaratinews
મુંબઈ: દિગ્ગજ અભિનેત્રી સોની રાઝદાને પોતાની વિતેલી પળોને યાદ કરી હતી. જ્યારે આલિયા તેમના પેટમાં હતી, ત્યારે તેઓ આ વાતથી અજાણ હતા. આ સાથે જ તેમણે ફિલ્મ 'ગુમરાહ'ના શૂટિંગ દરમિયાન શ્રીદેવીની સાથે વિતાવેલી પળોને પણ યાદ કરી હતી.
![સોની રાઝદાને વીતેલી પળોને તાજી કરી, કહ્યું શૂટિંગ દરમિયાન આલિયા પેટમાં હતી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3806318-1061-3806318-1562826687801.jpg)
સોની રાઝદાને વીતેલી પળોને તાજા કરી, કહ્યું શૂટિંગ દરમિયાન આલિયા પેટમાં હતી
સોનીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આ ફિલ્મ મારી પસંદગીમાંની ફિલ્મોમાંથી એક ફિલ્મ છે. સાથે જ આ ફિલ્મમાં પ્રશંસનીય પાત્ર હતા. મેં શૂટિંગ દરમિયાન ઘણી સિગરેટ પીધી હતી. તે સમયે આલિયા મારા પેટમાં હતી અને મને તે બાબતની જાણ ન હતી. અભિનેત્રીએ શ્રીદેવીની સાથે કામ કરેલી પળોને પણ યાદ કરી હતી. સાથે જ એ પણ જણાવ્યું કે, મને શ્રીદેવીની સાથે કામ કરવું ખુબ જ પસંદ આવ્યું. આ યાદોને મેં ખુબ સારી રીતે સાચવીને મારી પાસે રાખી છે.