ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સોનુ સૂદનું નવું ગીત 'સાથ ક્યા નિભાઓગે' રિલીઝ થયું - અલ્તાફ રાજા

અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) નું મ્યુઝિક આલ્બમ 'સાથ ક્યા નિભાગે' (Sonu Sood's new song saath kya nibhaoge) રિલીઝ થયું છે. અગાઉ ગીતનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીત ટોની કક્કર અને અલ્તાફ રાજાએ ગાયું છે. ગીતમાં અભિનેત્રી નિધિ અગ્રવાલ સોનુ સાથે જોવા મળી રહી છે. અગાઉ ગીતનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.

સોનુ સૂદ
સોનુ સૂદ

By

Published : Aug 9, 2021, 10:56 AM IST

  • મ્યુઝિક આલ્બમ 'સાથ ક્યા નિભાઓગે' રિલીઝ થયું
  • આ ગીત ટોની કક્કર અને અલ્તાફ રાજાએ ગાયું
  • ગીતમાં અભિનેત્રી નિધિ અગ્રવાલ સોનુ સાથે જોવા મળી

હૈદરાબાદ: અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) નું મ્યુઝિક આલ્બમ 'સાથ ક્યા નિભાગે' (Sonu Sood's new song saath kya nibhaoge) રિલીઝ થયું છે. આ ગીત ટોની કક્કર અને અલ્તાફ રાજાએ ગાયું છે. ગીતમાં અભિનેત્રી નિધિ અગ્રવાલ સોનુ સાથે જોવા મળી રહી છે. અગાઉ ગીતનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.

ગીત દેશી મ્યુઝિક વીડિયો દ્વારા બનાવવામાં આવ્યું

અગાઉ સોનુ સૂદ અને અભિનેત્રી નિધિ અગ્રવાલ (Niddhi Agerwal) ગીતના ટીઝરમાં જોવા મળ્યા હતા. આ ગીત દેશી મ્યુઝિક વીડિયો દ્વારા બનાવવામાં આવ્યું છે અને અંશુલ ગર્ગે આ ગીત રજૂ કર્યું છે. આ ગીત પંજાબમાં શૂટ કરવામાં આવ્યું છે. ટોની કક્કર ગીતની કેટલીક પંક્તિઓ ગાતા સાંભળવા મળે છે.

આખું ગીત આજે (9 ઓગસ્ટે) રિલીઝ થશે

દેશભરમાં પોતાની ઉદારતા માટે પ્રખ્યાત સોનુ સૂદે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાહકો સાથે ગીતનું ટીઝર શેર કર્યું છે. ટીઝરને કેપ્શન આપતી વખતે સોનુએ લખ્યું, 'આ વર્ષે આ ગીતના સાક્ષી બનવા માટે તૈયાર રહો, સાથ ક્યા નિભાઓગેનું ટીઝર આવી ગયું છે.' ટીઝરમાં જણાવવામાં આવ્યું હતું કે, આખું ગીત આજે 9 ઓગસ્ટે રિલીઝ થશે.

આ પણ વાંચો:સોનુ સૂદે તેના નામે બનાવટી દાન અંગે લોકોને ચેતવણી આપી

ગીત પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યું

તમને જણાવી દઈએ કે, 'તુમ તો ઠહરે પરદેસી, સાથ ક્યા નિભાઓગે' ગીતનું મૂળ વર્ઝન પ્રખ્યાત ગાયક અલ્તાફ રાજાએ ગાયું હતું. આજે પણ આ ગીત લોકોના હોઠ પરથી ગયું નથી. હવે આ ગીતનું ફરીથી બનાવેલું વર્ઝન ટોની કક્કર અને અલ્તાફ રાજાએ ગાયું છે. આ ગીત પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યું છે.

આ પણ વાંચો:અભિનેતા સોનુ સૂદે પોતાનું વચન નિભાવ્યું, ઉદયસિંહની વસ્તીમાં પહોંચાડ્યું 6 મહિનાનું રેશન

ABOUT THE AUTHOR

...view details