મુંબઈઃ લકોડાઉન દરમિયાન સોનુ સુદ પ્રવાસી મજૂરો અને જરૂરિયાતમંદોને સતત મદદ કરી રહ્યાં છે. એવામાં કોઈ વ્યક્તિ પોતાને સોનુ સુદનો મેનેજર ગણાવી મજૂરો પાસેથી પૈસા વસુલતા હોવાની જાણ થતાં ખુદ સોનુ સુદે ટ્વીટ કરીને આવા ઢોંગીઓથી લોકોને સાવચેત કર્યા છે.
અભિનેતા સોનુ સૂદ શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે સતત મદદ કરી રહ્યાં છે. મુંબઈથી બસમાં શ્રમિકોને મોકલ્યા બાદ તે હવે પ્લેન અને ટ્રેન દ્વારા લોકોને તેમના ઘરે પહોંચાડવા માટે મદદ કરી રહ્યાં છે. સોનુ આ સેવાનું કામ ફ્રીમાં કરી રહ્યા છે. પરંતુ સોનુની આ સેવાનો અમુક લોકો પોતાના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યા છે. સોનુ સૂદે ખુદ આવા ફ્રોડ વિશે લોકોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સાવચેત કર્યા છે.