મુંબઇઃ કોરોના વાઇરસને કારણે ચાલી રહેલા લોકડાઉનની વચ્ચે સોનુ સૂદ મુંબઇમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે.
સામાન્ય માણસથી લઇને બધા જ લોકો અભિનેતાના આ કામના વખાણ કરી રહ્યા છે. સોનુની મદદથી પોતાના ઘરે પહોંચનારા મજૂરો પોત-પોતાની રીતે અભિનેતાનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
આ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિ માંને મળ્યા બાદ સોનુનો આભાર વ્યક્ત કરે છે. તેને સોનુ સૂદને ભગવાનનો દરજ્જો આપ્યો છે. તે સોનૂની પૂજા કરતો જોવા મળ્યો છે.
આ વ્યક્તિનો વીડિયો સોનૂએ પોતાના ટ્વીટર પર શેર કર્યો છે. જેમાં તેમણે મંદિરમાં ભગવાનની વચ્ચે સોનૂ સૂદનો ફોટો રાખ્યો છે અને એક્ટરની પૂજા કરી રહ્યો છે. આ વ્યક્તિએ વીડિયો શેર કરતા અભિનેતાએ કૈપ્શનમાં લખ્યું કે, જે મા સાથે મળાવે તે ભગવાન હોય છે. સોનૂ જેવા દરેક માનવ ભગવાન હોતો નથી. સોનૂ હું તો તમને ભગવાન જ માનું છું. તમે મારા સપનાઓને બચાવ્યા છે અને મા સાથે મળાવ્યો છે.
આ વ્યક્તિના વીડિયોને સોનૂએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરતા લખ્યું કે, 'અરે ભાઇ, આવું ના કરો. માને કહેજો કે, મારા માટે પણ રોજ દુઆ માગે. બધું જ સારું થઇ જશે.'
વધુમાં જણાવીએ તો કોરોના વાઇરસને ધ્યાને રાખીને ચાલી રહેલા લોકડાઉનમાં સોનૂ સતત પુરી મહેનત અને લગનની સાથે પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવાનું કામ કરી રહ્યો છે. ઘરે પહોંચાડવાની સાથે-સાથે અભિનેતા તેમના ખાવા-પીવાની અને તેમની સુરક્ષાનું પણ ધ્યાન રાખી રહ્યો છે.