મુંબઇઃ અભિનેતા સોનુ સુદ જલ્દી જ એક પુસ્તક લખવાના છે, જેમાં તે કોરોના લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા મદદ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરશે. સોનુએ કહ્યું કે, ગત્ત વર્ષે ત્રણ મહિના મારા માટે જીવનમાં ફેરફાર કરનારો અનુભવ રહ્યો છે. ચહેરા પર ખુશી જોઇને, આંખોમાં ખુશીના આંસુ જોઇને, મારા જીવનનો સૌથી ખાસ અનુભવ રહ્યો છે અને મેં પ્રતિજ્ઞા લીધી છે કે, હું મજૂરોને પરત મોકલવા માટે કામ કરતો રહીશ.
પ્રવાસી મજૂરોની મદદ કરવાના અનુભવ પર સોનુ સુદ લખશે પુસ્તક - સોનૂ સૂદે લખશે પુસ્તક
સોનુ સુદે કોરોના વાઇરસને કારણે લાદવામાં આવેલા લોકડાઉનમાં પ્રવાસી મજૂરોને પોતાના ઘરે પહોંચાડવામાં સતત મદદ કરી હતી. લોકડાઉન પુરૂં થયા બાદ પણ અભિનેતા મજૂરોની મદદ કરી રહ્યાં છે. હવે સોનુએ નિર્ણય લીધો છે કે, તે એક પુસ્તક લખશે, જેમાં તે મજૂરોની મદદ કરવાના પોતાના અનુભવોને શેર કરશે.
![પ્રવાસી મજૂરોની મદદ કરવાના અનુભવ પર સોનુ સુદ લખશે પુસ્તક Sonu Sood to write a book on helping migrant workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8029479-369-8029479-1594775026155.jpg)
સોનુએ જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી છેલ્લો પ્રવાસી પોતાના ગામ નહીં પહોંચે ત્યાં સુધી તે તેમની મદદ કરીશ. અભિનેતાએ આગળ કહ્યું કે, મને વિશ્વાસ છે કે, હું તેમના માટે આ શહેરમાં આવ્યો હતો- આ મારે ઉદ્દેશ હતો. પ્રવાસીઓની મદદ કરવામાં હું ભગવાનનો આભાર માનું છું. જ્યારે મુંબઇમાં મારું દિલ ધબકે છે, આ અભિયાન બાદ મને લાગે છે કે, મારો એક ભાગ રહે છે.
એક્ટરે કહ્યું કે, યુપી, બિહાર, આસામ, ઉત્તરાખંડ અને અન્ય કેટલાય રાજ્યોના ગામ, જ્યાં મને હવે એક નવા મિત્રો મળ્યા છે અને ગાઢ સંબંધ બંધાયા છે. મેં એક પુસ્તકના માધ્યમથી આ અનુભવો, સ્ટોરીને પોતાની આત્મામાં સાચવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ પુસ્તક પેંગુઇન રેન્ડમ હાઉસ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.