ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ગરીબ લોકોને ઈ-રિક્ષા ભેટ કરશે અભિનેતા સોનૂ સૂદ, જાણો ‘ખુદ કમાઓ ઘર ચલાઓ’ અભિયાન વિશે - Divyang Awadhesh of aurangabad

સામાજિક કાર્યકર્તા ગુડ્ડુ કુમાર ગૌતમ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા વિક્રમ કુમારની પહેલ પર પ્રદીપ કુમારે ટ્વિટ કરીને સોનૂ સૂદ અને તેમની ટીમના ગોવિન્દ અગ્રવાલને ટેગ કરતા આર્થિક સ્થિતિનો અંગેનો એક વીડિયો અપલોડ કર્યો છે. તેમાં ઇ-રિક્ષા અથવા રિક્ષાની માગ કરવામાં આવી હતી.

sonu sood
sonu sood

By

Published : Mar 21, 2021, 1:03 PM IST

  • ગરીબ લોકોને ઈ-રિક્ષા ભેટ કરશે અભિનેતા સોનૂ સૂદ
  • શરૂ કર્યું ‘ખુદ કમાઓ ઘર ચલાઓ’ અભિયાન
  • સોનૂનું રોજગારની તકો ઉભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું

ઔરંગાબાદ: લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય મજૂરોને તેમના ગૃહ રાજ્યમાં મોકલીને ચર્ચામાં આવેલા બોલીવુડના હીરો સૂદ હવે ‘ખુદ કમાઓ ઘર ચલાઓ’ના અભિયાનના અંતર્ગત લોકોને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા માટે ઇલેક્ટ્રોનિક રિક્ષા આપી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત રફીગંજ બ્લોકના ચરકાવાં પંચાયતના બદ્દોપુર ગામના રહેવાસી અવધેશ પાસવાનને ઇ-રિક્ષા આપવામાં આવી છે.

સોનૂનું રોજગારની તકો ઉભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું

સોનૂ સૂદે નવી પહેલ ‘ખુદ કમાઓ ઘર ચલાઓ’ અંતર્ગત બેરોજગાર બનેલા ગરીબ લોકોને ઈ-રિક્ષા આપશે. સોનુ સૂદનો આ પ્રોજેક્ટ તે સમયે રોજગારની તકો ઉભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું હશે. જ્યારે અર્થતંત્રને થયેલા નુકસાનની ભરપાઇ કરવામાં આવી રહી છે.

‘ખુદ કમાઓ ઘર ચલાઓ’ અભિયાન

આ પણ વાંચો:સોનૂ સૂદે મૃત, ઇજાગ્રસ્ત પરપ્રાંતિયોઓના 400થી વધુ પરિવારોને ટેકો આપવાની ખાતરી આપી

દિવસે ને દિવસે વણસતી ગઈ આર્થિક સ્થિતી

નોંધપાત્ર વાત એ છે કે, અવધેશ નાનપણથી જ દિવ્યાંગ છે. તેમણે ચંદીગઢથી સંગીતમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે સરકારી નોકરી માટે ઘણા પ્રયત્નો કર્યા પણ સફળતા મળી નહોંતી. ત્યારબાદ તેમની સ્થિતિ દિવસેને દિવસે બગડતી ગઈ. આર્થિક સહયોગ માટે સ્થાનિક નેતાઓ અને સંગઠનોની મદદ માંગી પરંતુ તેનો કોઇ લાભ મળ્યો નહીં.

‘ખુદ કમાઓ ઘર ચલાઓ’ અભિયાન

સોનૂ સૂદ તેના વિશે કહે છે, “મને છેલ્લા કેટલાક મહિનાઓમાં લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. અને મને તેમના માટે કંઈક કરવાનું ચાલુ રાખવાની પ્રેરણા આપી છે. તેથી મેં ‘ખુદ કમાઓ ઘર ચલાઓ’ પહેલ શરૂ કરી છે. મારું માનવું છે કે, પુરવઠો પૂરો પાડવા કરતા રોજગારની તકો પૂરી પાડવી વધુ મહત્વપૂર્ણ છે. મને ખાતરી છે કે આ પહેલ તેમને ફરીથી આત્મનિર્ભર કરીને તેમના પગ પર ઉભા રહેવામાં મદદ કરશે. “

ગરીબ લોકોને ઈ-રિક્ષા ભેટ કરશે અભિનેતા સોનૂ સૂદ

આ પણ વાંચો:સોનૂ સૂદનો સેવા યજ્ઞ યથાવતઃ 173 પરપ્રાંતિય શ્રમિકોને પ્લેનથી ઘરે પહોંચાડ્યા

ABOUT THE AUTHOR

...view details