મુંબઇ : પ્રવાસીયોને તેમના ઘરે પહોંચાડવાનું ઉત્તમ કાર્ય તેઓ સત્તત કરી રહ્યા છે.તેમના આ કાર્યથી હજારો મજૂર તેમના ઘરે પહોંચ્યા છે.સોનૂ સૂદના આ કાર્યની ચર્ચા સોશિયલ મીડિયા પર લોકો ખૂબ કરી રહ્યા છે, તેઓ આ કાર્ય માટે સોનૂની પ્રશંસા કરી રહ્યા છે.ત્યારે અભિનેતાના આ કાર્યથી મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પણ ખુશ થયા હતા.અભિનેતા રાજ્યપાલને પણ મળ્યા હતા. આ વાતની જાણકારી મહારાષ્ટ્ર ગવર્નરના ટ્વિટ પર આપવામાં આવી હતી.
સોનૂ સૂદના કામથી ખુશ થયા મહારાષ્ટ્રના ગવર્નર
ફિલ્મ સ્ટાર સોનૂ સૂદ પ્રવાસી મજૂરોની મદદે આગળ આવ્યા છે.તેમણે આ અંગે કહ્યું કે, તેઓ જ્યાર સુધી પ્રવાસી મજૂરોને તેમના વતન તેમના ઘરે નથી પહોંચાડી દેતા,તેઓ આ કાર્ય સત્તત ચાલુ રાખશે.
મહારાષ્ટ્રના ગવર્નરના ટ્વિટર હેન્ડલ પર સોનૂ સૂદ અને ભગત સિંહ કોશ્યારીની ફોટો પણ શેર કરવામાં આવી છે.તો કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, " ફિલ્મ સ્ટાર સોનૂ સૂદે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીથી મુંબઇમાં શનિવારે મુલાકાત કરી હતી.અભિનેતાએ રાજ્યપાલને પોતાના કામ વિશે સંપૂર્ણ જાણકારી આપી હતી.ભગત સિંહ કોશ્યારીએ સોનૂ સૂદને આ ઉત્તમ કાર્યમાં તેમની પ્રશંસા કરી હતી અને તેમને પૂર્ણરૂપે સમર્થન આપવાનો આશ્વાસન પણ આપ્યો છે."
સોનૂ સૂદ અત્યાર સુધી હજારો પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડી ચૂક્યા છે.આ અંગે તેમણે કહ્યું કે, જ્યાર સુધી બધા જ પ્રવાસી મજૂરો તેમના વતન નહીં પહોંચી જાય ત્યા સુધી તેઓ આ કાર્ય ચાલુ રાખશે.પ્રવાસીયોને ઘર પહોંચાડવા માટે 18-18 કલાક સુધી તેઓ મહેનત કરી રહ્યા છે.