ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સોનુ સૂદે મજૂરોની મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો, લોકોએ કરી પ્રશંસા - અભિનેતા સોનુ સૂદ

બોલીવૂડ અભિનેતા સોનુ સૂદે તેના ટ્વિટર હેન્ડલ પર એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે અને કહ્યું કે, જે કામદારો મુંબઇથી તેમના ઘરે જવા માગે છે તેઓ તેમનો સંપર્ક કરી શકે છે. અભિનેતાનું આ ટ્વિટ ખૂબ વાઇરલ થઈ રહ્યું છે અને લોકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

સોનુ સૂદે મજૂરોની મદદ માટે હેલ્પલાઈન નંબર બહાર પાડ્યો,લોકોએ કરી પ્રશંસા
સોનુ સૂદે મજૂરોની મદદ માટે હેલ્પલાઈન નંબર બહાર પાડ્યો,લોકોએ કરી પ્રશંસા

By

Published : May 27, 2020, 5:34 PM IST

મુંબઇ: ગરીબ અને સ્થળાંતરીત મજૂરોની લોકડાઉન દરમિયાન મદદ માટે અભિનેતા સોનુ સૂદ સામે આવ્યા છે . તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક નવી પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે હેલ્પલાઈન નંબર આપ્યો હતો.તો આ સાથે જ અભિનેતાએ કહ્યું કે, જો કોઈ કામદારને મુંબઇથી તેના ઘરે જવું હોય તો તે આ નંબર પર સંપર્ક કરી શકે છે. .

અભિનેતા દ્વારા ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં તેણે લખ્યું કે, 'હેલો! હું તમારો મિત્ર સોનુ સૂદ બોલું છું. મારા પ્રિય મજૂર ભાઈઓ અને બહેનો. જો તમે મુંબઇમાં છો અને તમે ઘરે જવા માંગતા હો, તો કૃપા કરીને આ નંબર પર કોલ કરો.. અથવા તમારો સરનામું આ નંબર પર વોટ્સએપ કરો. ઉપરાંત, કહો કે તમે કેટલા લોકો છો અને તમે હવે ક્યાં છો અને તમારે ક્યાં જવું છે. અમારી ટીમ જે કંઈ મદદ કરી શકીશું તે કરીશું. અમારી ટીમ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે.

આ નવી ઉમદા પહેલ બદલ અભિનેતાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. સોનુ સૂદ લગાતાર લોકોની મદદ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details