કોરોના મહામારીમાં અભિનેતા સોનુ સૂદ કરી રહ્યો છે અનેક લોકોને મદદ
અભિનેતાએ મિર્ઝાપુરના યુવકની માતાની સારવાર માટે વેન્ટિલેટરની કરી વ્યવસ્થા
યુવકે ટ્વીટ કરી માંગી હતી મદદ
કોરોના મહામારીમાં અભિનેતા સોનુ સૂદ કરી રહ્યો છે અનેક લોકોને મદદ
અભિનેતાએ મિર્ઝાપુરના યુવકની માતાની સારવાર માટે વેન્ટિલેટરની કરી વ્યવસ્થા
યુવકે ટ્વીટ કરી માંગી હતી મદદ
મિર્ઝાપુર: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ સામે સમગ્ર દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે અભિનેતા સોનુ સૂદ સતત કોરોનાગ્રસ્ત લોકોની સારવારને લગતી જરૂરિયાતો પૂર્ણ કરી અનેક લોકોની મદદ કરી રહ્યો છે. તાજેતરમાં જ તેણે મિર્ઝાપુરના એક યુવક આલોકની માતાની કોરોનાની સારવાર માટે વેન્ટિલેટરની વ્યવસ્થા કરી હતી. યુવકે ટ્વીટ કરી આ અંગે સોનુ પાસે મદદ માંગી હતી. ટ્વીટ પછી સોનુ સુદની ટીમના લોકોએ તાત્કાલિક આલોકની માતાને એમ્બ્યુલન્સમાં પ્રયાગરાજની એક હોસ્પિટલમાં દાખલ કરાવી વેન્ટિલેટરની વ્યવસ્થા કરી હતી.
દેશના ખૂણેખૂણાના લોકોની સોનુ અને તેની ટીમ કરી રહ્યા છે મદદ
મિર્ઝાપુરના વિંધ્યાચલ ક્ષેત્રના રહેવાસી આલોક પાંડેની માતા કુસુમ દેવી 3 દિવસ પહેલા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમનું ઓક્સિજન લેવલ 80 જતું રહ્યું હતું. રવિવારની સવારે ડોક્ટરે તેમને એ હોસ્પિટલમાં વેન્ટિલેટર ની સુવિધા ન હોવાને કારણે અન્યત્ર રિફર કર્યા આથી આ યુવકે 108 એમ્બ્યુલન્સને ફોન લગાવ્યો, પરંતુ તેને પણ આવતા વાર લાગી જેને કારણે આ યુવકે સોનુ સૂદ ના ટ્વીટર એકાઉન્ટ પર જઈને મદદ માંગી. ટ્વીટ પછી સોનુ સુદની ટીમે CMO સાથે ચર્ચા કરી યુવકની માતાને પ્રયાગરાજ ની હોસ્પિટલમાં દાખલ કરાવી અને વેન્ટિલેટર માટેની વ્યવસ્થા કરી આપી હતી.