- સોનુ સૂદ કરી રહ્યો પંજાબમાં શૂટિંગ
- અલ્તાફ રાજાના 'તુમ તો ઠેહરે પરદેસી'માં દેખાશે સોનુ
- વીડિયો સોનુ સૂદના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે
ન્યૂઝ ડેસ્ક: કોરોના સમયગાળા દરમિયાન જરૂરિયાતમંદોને મદદ કરીને ચર્ચામાં આવેલા સોનુ સૂદની હવે કોઈ અલગ ઓળખ આપવાની જરુર નથી. આ મહામારીમાં મુશ્કેલીમાં મુકાઈ ગયેલા લોકોને મદદ કરીને તે એક વાસ્તવિક હીરો તરીકે ઉભરી આવ્યો છે. તે સતત લોકોને મદદ કરતો હોય છે. અભિનેતા પણ તમામ વ્યસ્તતા વચ્ચે તેની ફિલ્મી કેરિયર માટે થોડો સમય કાઢી લે છે.
આ પણ વાંચો- 'હમ આમ ઇન્સાન અચ્છે હૈ': સોનુ સૂદ
મ્યૂઝિક વીડિયો શેર કરી રહ્યો છે સોનું
નોંધનીય છે કે, સોનુ સૂદ આ દિવસોમાં પંજાબમાં છે. જ્યાં તે એક મ્યુઝિક વીડિયો શૂટ કરવા આવ્યો છે. પંજાબથી તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે રિક્ષા ચલાવતો દેખાઈ રહ્યો છે. વીડિયો ક્લિપમાં તે દૂધવાળાની રિક્ષા પર બેસતો નજરે પડે છે. આ વીડિયો સોનુ સૂદના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.