મુંબઇ: દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, આ દરમિયાન બોલીવુડ અભિનેતા સોનુ સૂદ ફરી એકવાર તેમના સામાજિક કાર્ય માટે ચર્ચામાં આવ્યા છે.
સોનુએ મહારાષ્ટ્રના પોલીસ કર્મચારીઓ માટે 25 હજાર ફેસ શિલ્ડ ડોનેટ કર્યા છે. રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે તેમના સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.
અનિલએ સોનુ સાથે પોતાની એક ફોટો તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેની સાથે તેમણે લખ્યું કે, " પોલીસ કર્મચારીઓને 25,000 ફેસ શિલ્ડ આપવા બદલ સોનુ સૂદ જીનો આભાર માનું છું".
સોનુની આ પહેલની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેમની પ્રશંસા કરતા થાકતા નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી, લોકડાઉનને કારણે
ફસાયેલા પ્રવાસી મજૂર વર્ગને તેમના વતન પહોંચાડવા મદદ કરી રહ્યા છે. આ દરમિયાન, લોકો સોશિયલ મીડિયા દ્વારા પણ તેમનો સંપર્ક કરી મદદ માંગી રહ્યા છે, જેના પર અભિનેતા રિસ્પોન્સ પણ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં એક વ્યક્તિએ સોનુને મદદ માટે વિનંતી કરી છે.
આ વ્યક્તિએ ટ્વિટ કરીને લખ્યું કે, સર, મારા કાકા કેરળમાં નોકરી કરવા ગયા છે અને હવે તેને ઘરે આવવાનું છે, ત્યાં ચાર લોકો છે. પ્લીઝ, સર મદદ કરો, નહીં તો તે આ ઈદ પર આવી શકશે નહીં. સોનુએ આ ટ્વિટનો જવાબ આપતા લખ્યુંકે, 'ચિંતા કરશો નહીં મારા ભાઈ. તમે ઈદ તમારા કાકા સાથે જ ઉજવશો. તેમને કહો દો કે, તમારા માટે ઈદી લેતા આવે.'
ઉલ્લેખનીય છે કે, સોનૂએ લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે લઈ જવાની ઝુંબેશ શરૂ કરી છે. તેમણે અત્યાર સુધીમાં હજારો મજૂરોને તેમના ઘરે નિ: શુલ્ક પહોંચાડ્યા છે. શરૂઆતમાં, તે મજૂરોને બસથી તેમના વતન પહોંચાડતા હતા, પરંતુ હવે તે ટ્રેન અને ફ્લાઇટ દ્વારા પણ મજૂરોને તેમના વતન પહોંચાડે છે.
તાજેતરમાં સોનુએ પરપ્રાંતિય મજૂરોને મદદ કરવાના તેમના અનુભવ પર એક પુસ્તક લખવાનું નક્કી કર્યું છે. અભિનેતાએ કહ્યું કે, હું ભગવાનનો આભારી છું કે, તેણે મને આ લોકોને મદદ કરવા માટેની તક આપી.