મુંબઇ: બોલીવુડ અભિનેતા સોનુ સૂદ કોરોના મહામારી દરમિયાન પરપ્રાંતિય મજૂરો માટે મસીહા સાબિત થયા છે. ત્યારે, હવે સોનુ સૂદ આ વૈશ્વિક મહામારીને કારણે કિર્ગીસ્તાનમાં ફસાયેલા મેડિકલના વિદ્યાર્થીઓને મદદ કરવા આગળ આવ્યા છે.
ભારતના આ વિદ્યાર્થીઓ ત્યાં મેડિકલની અભ્યાસ કરવા માટે ગયા હતા. તેમની સંખ્યા લગભગ 3000 છે. જેમાં બિહાર-ઝારખંડના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં સામેલ છે.
ઝારખંડના એક વિદ્યાર્થીએ કહ્યું કે, તેમને કિર્ગિસ્તાનમાંથી કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સદ્દામે અભિનેતા સોનુ સૂદ, પૂર્વ ધારાસભ્ય કૃણાલ સારંગી અને સામાજિક કાર્યકર્તા રેખા મિશ્રાનો આ કાર્ય બદલ આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતીય વિદ્યાર્થીઓ એશિયન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરે છે. સદ્દામે જણાવ્યું કે સોનુએ કહ્યું છે કે, આપણે ભારત આવવા માટે ફ્લાઇટનો ખર્ચ ચૂકવવો પડશે નહીં.
પૂર્વ ધારાસભ્ય કૃણાલ સારંગીએ કહ્યું કે, કિર્ગિસ્તાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની દુર્દશા અંગે મેં ઝારખંડના સીએમ હેમંત સોરેન અને વિદેશ મંત્રાલયને ટેગ કરીને એક ટ્વીટ કર્યું હતું.
બીજા દિવસે રી-ટ્વીટ કરતા સોનુ સૂદે તેમાંથી એક વિદ્યાર્થીનો સંપર્ક સાધ્યો અને તેમને મદદની ખાતરી આપી હતી.
આજે સવારે એક ટ્વીટમાં સોનુ સૂદે લખ્યું કે, 'કિર્ગીસ્તાનના તમામ વિદ્યાર્થીઓને જાણ કરવાની છે કે, તેમના ઘરે આવવાનો સમય થઈ ગયો છે. અમે 22 જુલાઈએ બિશ્કેક-વારાણસીનું પ્રથમ ચાર્ટર ચલાવી રહ્યા છીએ. જેની વિગતો ટૂંક સમયમાં તમારી ઇમેઇલ આઈડી અને મોબાઇલ ફોનમાં મોકલવામાં આવશે. અન્ય રાજ્યોના ચાર્ટ્સ પણ આ અઠવાડિયે ઉડાન ભરશે.
નોંધનીય છે કે, અભિનેતા સોનુ સૂદ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. સોનુએ લોકડાઉનમાં પરપ્રાંતીય મજૂરોને તેમના ઘરે મોકલીને ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. થોડા દિવસો પહેલા સોનુએ મહારાષ્ટ્ર પોલીસને 25,000 ફેસ શિલ્ડ પણ ડોનેટ કર્યા હતા.