મુંબઈ: અભિનેતા સોનુ સૂદને સોમવારે બાંદ્રા ટર્મિનસમાં પ્રવેશતો રોકવામાં આવ્યો હતો તેવા અહેવાલો પર અભિનેતાએ ટ્વીટ કરી માહિતી આપી હતી કે, તેને રોકવામાં આવ્યો ન હતો. ત્યાં 2000 માણસો હતા અને લોકડાઉનના નિયમોનું તે સન્માન કરે છે.
મને બાંદ્રા ટર્મિનસમાં પ્રવેશતો અટકાવવામાં નથી આવ્યોઃ સોનુ સૂદ - સોનૂ સૂદ
સોનુ સૂદને બાંદ્રા ટર્મિનસમાં મજૂરોને મળવાથી રોકવામાં આવ્યો હતો તેવા સમાચાર પર તેમણે ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી હતી.
મને બાંદ્રા ટર્મિનસમાં પ્રવેશતો રોકવામાં આવ્યો નથી: સોનૂ સૂદ
અભિનેતાએ તેના ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું, " મને સ્ટેશનમાં પ્રવેશતો રોકવામાં આવ્યો ન હતો. હું સરકારે જાહેર કરેલા નિયમોનું સન્માન કરું છું અને તેનું પાલન કરવું એ મારી જવાબદારી છે. મેં રાજ્ય સરકાર પાસે ટ્રેનની માંગણી કરી હતી જેથી હું પ્રવાસી મજૂરોને તેમના વતન પહોચાડી શકું.
‘હું મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેનો આભાર માનું છું કે જેમણે આ કાર્યમાં મારી મદદ કરી."