- બોલીવૂડ અભિનેતા સોનુ સુદનું વધુ એક ઉમદા કામ
- શ્રીનગરમાં દુકાનદારને કરી અનોખી મદદ
- લોકોને બૂટચપ્પલ ડિસ્કાઉન્ટમાં અપાવવા કરી મદદ
ન્યૂઝ ડેસ્ક:સોનુ સુદે (Sonu Sood) શ્રીનગરમાં ફૂટપાથ પર બૂટચપ્પલ વેચનાર દુકાનદારની સાથે એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેઓ ચપ્પલ વેચતાં હોય તેવી રીતે ઉભા છે. આ વીડિયો સોનુ સુદના ફેન્સને ખૂબ ગમ્યો છે.
સોનુ સુદે રસ્તા પર વેચી ચપ્પલ
સોનુ સુદ (Sonu Sood) હાલમાં જમ્મુ કશ્મીર સરકારની એક સંશોધિત ફિલ્મ નીતિને લઈને શ્રીનગરમાં છે. તેમણે બટમાલૂ બજારથી એક વીડિયો શેર કર્યો છે. ત્યાં તેમણે બૂટચપ્પલ વેચનાર શમીમ ખાન સાથે વાત કરી છે. તેમાં શમીમ ખાન સોનુ સુદના પ્રશ્નના જવાબમાં કહે છે કે, બાળકોની ચપ્પલના રૂપિયા 50 અને મોટા લોકોની ચપ્પલના રૂપિયા 120 છે. ત્યારે સોનુ સુદ મોટો લોકોની રૂપિયા 120ની ચપ્પલ રૂપિયા 50માં આપવાનું કહે છે. ત્યારે શમીમ ખાન ના પાડે છે અને કહે છે કે 50 રૂપિયાની ચપ્પલ બીજી છે.