ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સોનુ સૂદ તેલંગાણાના ત્રણ અનાથ બાળકોની જવાબદારી લેશે - સોનુ સૂદ અનાથ બાળકોની જવાબદારી લેશે

કોરોના રોગચાળા દરમિયાન જરૂરિયાતમંદોના મસીહા બનનારા સોનુ સૂદે ફરી એકવાર પોતાના ઉમદા હેતુથી લોકોનું દિલ જીતી લીધું છે. અભિનેતાએ તેલંગાણાના ત્રણ અનાથ બાળકોની જવાબદારી લેવાનું વચન આપ્યું છે. આ બાળકોના માતાપિતાનું નિધન થઇ ગયું છે.

સોનુ સૂદ
સોનુ સૂદ

By

Published : Aug 2, 2020, 8:25 PM IST

હૈદરાબાદ: કોરોના રોગચાળા દરમિયાન જરૂરિયાતમંદોના મસીહા બનનારા સોનુ સૂદે ફરી એકવાર પોતાના ઉમદા હેતુથી લોકોનું દિલ જીતી લીધું છે. અભિનેતાએ તેલંગાણાના ત્રણ અનાથ બાળકોની જવાબદારી લેવાનું વચન આપ્યું છે. આ બાળકોના માતાપિતાનું નિધન થઇ ગયું છે.

લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસીઓની મદદ માટે અભિનેતા મદદ માટે સામે આવ્યા હતા. તેમણે ખેડૂતને ટ્રેકટર આપીને પણ મદદ કરી હતી. હવે સોનુએ આ બાળકોની જવાબદારી લીધી છે. એક યૂઝરે ટ્વિટ કરી આ ત્રણેય બાળકોની સ્થિતિ વિશે વાત કરી હતી જે બાદ સોનુએ ટ્વિટ કર્યું કે, "તેઓ (ત્રણેય બાળકો) અનાથ નથી. તેઓ મારી જવાબદારી છે."

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બાળકોના પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું, તેની માતાનું પણ હાલમાં જ અવસાન થયું છે અને તેમની દાદી ખૂબ જ વૃદ્ધ છે.આ ત્રણેય બાળકોનું ગામ આત્માકુર રેડ્ડી વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. રાજ્યના પ્રધાને આ મામલે તેલુગુ ફિલ્મ નિર્માતા દિલ રાજુને માહિતી આપી અને તેમને બાળકો દત્તક લેવાની વિનંતી કરી. રાજુએ પોતાના લોકોને ગામ મોકલવા અને બાળકોની જવાબદારી લેવાનું કહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details