મુંબઇ: બોલીવૂડ અભિનેતા સોનુ સૂદ હાલ ગરીબ અને સ્થળાંતર કરનારાઓની મદદ કરી રહ્યા છે, તેમણે કોરોના વાઇરસને કારણે ચાલુ લોકડાઉનમાં અત્યાર સુધીમાં અનેક સ્થળાંતરીઓને તેમના ઘરે પહોંચવામાં મદદ કરી છે.
આ સાથે અભિનેતાઓ લોકડાઉનમાં રિલેશનશિપ ગુરુ તરીકે પણ કામ કરી રહ્યા છે.
એવું બન્યું કે, એક દંપતી છૂટાછેડા લેવા સુધી પહોંચી ગયું હતું, જેના પછી તેઓએ સોનુનો સંપર્ક કર્યો. સોનુએ ખૂબ જ સરસ રિસ્પોન્સ આપ્યો હતો.
ટ્વિટર પર એક યુઝરે સોનુને ટેગ કરી લખ્યું, 'સોનુ સૂદ, ડિયર સર હું આસામના ગુવાહાટીમાં છું અને હરિયાણાના રેવાડીમાં મારા શહેર જવા માંગુ છું. લોકડાઉન પછી અમે ઘણી સમસ્યાઓમાંથી પસાર થયાં. પત્ની સાથે ઝઘડો પણ થઈ રહ્યો છે અને હવે આપણે બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. કૃપા કરીને મને ગુવાહાટીથી દિલ્હી મોકલો. હું જીંદગીભર તમારો આભારી રહીશ.’
સોનુએ આ ટ્વિટનો જવાબ આપતા લખ્યું, 'અરે.. મહેરબાની કરીને લડશો નહીં. આ મુશ્કેલ પરિસ્થિતિએ આ બંધનને અસર કરી છે. હું તમને બંનેને ડીનર માટે બહાર લઈ જઇશ અને વિડિઓ કૉલ્સ દ્વારા તમારી સાથે વાત પણ કરીશ. પરંતુ માત્ર ત્યારે જ જ્યારે તમે બંને સાથે રહેવાનું વચન આપો.’
સોનુ સોશિયલ મીડિયા દ્વારા લોકોને મદદ પણ કરી રહ્યો છે અને લોકોના મેસેજનાો પણ જવાબ આપી રહ્યો છે.
તાજેતરમાં જ તેમણે કહ્યું, 'જ્યારે તમે કોઈ બીજાની મદદ કરો છો ત્યારે જ તમે સફળતા પ્રાપ્ત કરો છો, નહીં તો તમે અસફળ છો.'