મુંબઇ: બોલિવૂડ સેલેબ્સ સોનુ સૂદ અને રિતેશ દેશમુખ એક વૃદ્ધ મહિલાના પોતાના ભરણપોષણ માટે રસ્તા પર માર્શલ આર્ટ્સ કરતો એક વાઇરલ વીડિયો જોઈ ચોંકી ઉઠ્યા હતા.
સોનુ સૂદ અને રિતેશ દેશમુખ ભરણપોષણ માટે રસ્તા પર માર્શલ આર્ટ્સ કરતી વૃદ્ધાની મદદ કરશે આ વીડિયો ક્લીપમાં એક વૃદ્ધા જાંબુડિયા રંગની સાડીમાં બાંબુની લાકડીઓ વડે માર્શલ આર્ટ્સના ખેલ કરી રહી હતી.
ટ્વીટર પર આ વીડિયોની સરાહના કરતા રિતેશે નેટિઝંસને આ વૃદ્ધાનો સંપર્ક કરી આપવાની વિનંતી કરી. તેણે કેપશનમાં લખ્યું, " વોરિયર આજીમાં. મને પ્લીઝ કોઈ આમનો સંપર્ક કરાવી આપો. "
ત્યારબાદ એક અલગ ટ્વીટમાં રિતેશે જણાવ્યું હતું કે તે આ વૃદ્ધાનો સંપર્ક સાધવામાં સફળ રહ્યો છે.
તો અભિનેતા સોનુ સૂદ પણ આ મહિલાને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. તેણે જણાવ્યું હતું કે તે આ મહિલા સાથે માર્શલ આર્ટ્સની સ્કૂલ ખોલવા માંગે છે જેમાં મહિલાઓને આત્મરક્ષા માટેની તાલીમ મળી શકે.