મુંબઈ: ગાયક-અભિનેતા સોનુ નિગમ જણાવે છે કે ફિલ્મ ‘સ્પોટલેસ’ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કેમકે તે એક એસિડ એટેક સર્વાઈવર પર આધારિત છે.
સોનુ જણાવે છે, “આ મુદ્દા સામે હજુ પણ આપણો દેશ લડી રહ્યો છે. અમે લોકોને એ અનુભૂતિ કરાવવા માંગીએ છીએ જે જ્યારે કોઈ વ્યક્તિ પર એસિડ એટેક થાય છે ત્યારે તેની મનોસ્થિતિ કેવી થઈ જાય છે. જો અમારી આ ફિલ્મને લીધે આ દિશામાં થોડી પણ જાગૃતિ આવે અને આઘટનાઓ બનતી અટકે તો અમારો આ પ્રયાસ સફળ ગણાશે.”