મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ સોની રાઝદાએ ટ્વિટ કરી અફઝલ ગુરૂ પર ફાંસીને લઇને સવાલ કર્યા હતાં. જ્યાં રાઝદાએ કહ્યું કે, ન્યાય કર્યો હતો જો કે તે હવે નિર્દોષ છે તો તેને તમે પરત કઇ રીતે લઇ આવશો. આ જ કારણ છે કે, ફાંસીની સજાને ક્યારેય હળવાસમાં ન લેવી જોઇએ. અફઝલ ગુરૂને બલીનો બકરો કોને બનાવ્યો તેની યોગ્ય રીતે તપાસ થવી જોઇએ.
આ એકટ્રેસે અફઝલ ગુરૂની ફાંસી પર ઉઠાવ્યા અનેક સવાલ, જુણો શું કહ્યું?
બોલિવુડ એક્ટ્રેસ અને મહેશ ભટ્ટની પત્ની સોની રાઝદાએ અફઝલ ગુરૂ અને ડીએસપી દેવિંદર સિંહને લઇને પોતાના વિચારો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતાં. એક્ટ્રેસે અફઝલ ગૂરૂ અને ડીએસપી દેવિંદર સિંહને લઇને ટ્વિટ કર્યુ હતું.
આ એકટ્રેસે અફઝલ ગુરૂની ફાંસી પર ઉઠાવ્યા અનેક સવાલ
આ ઉપરાંત અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, કોઇએ એ નથી કહ્યું કે તે નિર્દોષ હતો પરંતુ તેને ટોર્ચર કરવામાં આવ્યો હતો. શું તો આ સમગ્ર મામલે તપાસ થવી નહોતી જોઇતી. અફઝલ ગુરૂએ દેવિંદર સિંહ સામે લગાવેલા આરોપને કેમ ગંભીરતાથી લીધા નહી?
ઉલ્લેખનીય છે કે, સંસદમાં થયેલા હુમલાના મુખ્ય આરોપી અફઝલ ગુરૂને 9 ફેબ્રુઆરી 2013ના રોજ તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર, કથિત આતંકી અફઝલ સંસદમાં થયેલી હુમલાની ઘટનાનો માસ્ટર માઇન્ડ હતો.