મુંબઈઃ લોકોડાઉનને કારણે બધા લોકો પોત પોતાના ઘરમાં જ છે. એવામાં બોલીુવડ અભિનેત્રી સોનમ કપૂરને ભાઈ હર્ષવર્ધન કપૂર અને બહેન રિયાની યાદ આવી રહી છે.
ખૂબસુરત અભિનેત્રી સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એેક ફોટો શેર કર્યો છે. જે તસવીરમાં સોનમ કપૂર ભાઈ હર્ષવર્ધન અને બેહન રિયા સાથે જોવા મળી રહી છે. ત્રણેય ભાઈ બહેન ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળે છે. ફોટા પરથી લાગે છે કે તે ફોટો સોનમ કપૂરના લગ્ન વખતનો છે.
ભાઈ બહેનને મળવા સોનમ આતુર
ફોટો કેપ્શનમાંં સોનમે ભાઈ બહેનને યાદ કરતાં લખ્યું છે કે, 'હવે જલદી મળો.. મારા પ્યારાઓ..તમને અંદાજો પણ નહી હોય કે હું તમને કેટલી યાદ કરી રહી છું.' કોરોના વાઈરસને લીધેલા લાગેલા લોકડાઉનનમાં એક બીજાને મળવું મુશ્કેલ છે. આ સમયમાં સોનમ કપુરને પણ તેના ભાઈ બહેનની ખુબ જ યાદ સતાવી રહી છે, અને તેને મળવા આતુકતાથી રહી જોઈ રહી છે.
સોનમ કપૂરના કામની વાત કરીએ તો છેલ્લે તેમની 'ધ જોયા ફેક્ટર' ફિલ્મ આવી હતી. હાલ તો તે મંબઈમાં પતિ અહુજા સાથે ક્વોરનટાઈન સમય પસાર કરી રહી છે.