મુંબઈઃ બૉલિવૂડની બોલ્ડ અને પ્રતિભાશાળી અભિનેત્રી સ્વરા ભાસ્કરનો આજે 32મો જન્મદિવસ છે. લોકડાઉનની સ્થિતિને કારણે તેના મિત્રો તેને સોશિયલ મીડિયામાં જ શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. અભિનેત્રી સોનમ કપુરે કઈંક અલગ અંદાજમાં સ્વરા ભાસ્કરને આપી જન્મદિવસની શુભકામનાઓ.
સોનમ કપૂરે આ રીતે સ્વરાને આપી જન્મદિવસની શૂભેચ્છાઓ... - સ્વરા ભાસ્કર બર્થડે
બૉલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરનો આજે 32મો જન્મદિવસ છે. પરંતુ લોકડાઉનને કારણે તે તેના મિત્રો સાથે સેલિબ્રેશન કરી શકે તે શક્ય નથી. આવી સ્થિતિમાં તેના મિત્રો તેને સોશિયલ મીડિયાના માધ્યમથી જ વિશ કરી રહ્યાં છે. સોનમ કપુરે બંનેના ફોટા શેર કરી સ્વરાને આપી જન્મદિવસની શૂભેચ્છા.
સોનમ કપુરે ઈન્સ્ટાગ્રામ પર સ્વરા સાથે તેની બે ફોટો પોસ્ટ શેર કરી છે. જેમાંની એક ફોટો સોનમ કપુરના લગ્નની છે, જેમાં બંને ટ્રેડિશનલ પરિધાન અને હાથમાં મહેંદી સાથે ખુબ જ સુંદર લાગી રહી છે. જ્યારે બીજી એક તસવીરમાં સ્વરા લગ્નના જોડામાં સોનમ સાથે ઉભેલી જોવા મળે છે.
સોનમે આ તસવીરના કેપ્શનમાં લખ્યું કે, 'જન્મદિવસની ખુબ શુભેચ્છા સ્વરુ..! તારો ઉત્સાહ અને સાહસ ખૂબ જ પ્રેરણાદાયી છે. તુ હંમેશા આવી જ રહેજે. તને દુનિયાનો ખુબ જ પ્રેમ અને ખુશી મળે. સ્થિતિ સામાન્ય થઈ જશે ત્યારે સાથે મળી જશ્ન કરીશું. તારા માટે ખુબ જ પ્રેમ બહેન..'