મુંબઈ: અભિનેત્રી સોનમ કપૂરે ગુરુવારે બેટમેન કોસ્ચ્યુમમાં પોતાની એક જૂની તસવીર શેર કરી છે. સોનમે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ' એક પાર્ટી માટે બેટમેન કોસ્ચ્યુમ જે ફેન્સી ડ્રેસ ન હતો પરંતુ તે મારો પ્રિય સુપરહીરો હતો. મારી સાથે કૂદકા મારવા અને ડાન્સ પણ???
સોનમ કપૂર બની હતી બેટમેન, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર - સોનમ કપૂર બેટમેન થ્રોબેક તસવીj
સોનમ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક તસવીર શેર કરી હતી, જેને જોઈને ચાહકો ઘણા ખુશ થયા હતા. તસવીરમાં તેણે બેટમેનનો પોશાક પહેર્યો છે અને તેની નાની બહેન રિયા કપૂર પણ આ ફોટામાં જોવા મળી રહી છે.
સોનમ કપૂર
અભિનેત્રીએ આગળ લખ્યું, ' બેટમેન લોગો એક કટ આઉટ છે, જે મેં મારા બ્લેક ટી-શર્ટ પર ચોંટાડી દીધુ છે.' આ ફોટોમાં નાની સોનમ કપૂરને પોતાની બહેન રિયા કપૂર સાથે મસ્તી કરતી જોઇ શકાય છે.
આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા સોનમના પિતા અનિલ કપૂરે લખ્યું છે કે આ તસવીર તેમના પુત્ર હર્ષવર્ધન કપૂરના જન્મદિવસ પર લેવામાં આવી હતી. લોકડાઉન વચ્ચે સોનમ હાલમાં પતિ આનંદ આહુજા સાથે દિલ્હીમાં ઘરે સમય વિતાવી રહી છે.