ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સોનમ કપૂરે બ્રાયન્ટ અને તેની દિકરીને આપી શ્રદ્ધાંજલિ - બોલીવુડ ન્યૂઝ

સોનમ કપૂરે સોશિયલ મીડિયા દ્વારા NBA લિંજેડ કોબે બ્રાયન્ટ અને તેની દિકરીની એક તસવીર શેયર કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ તસવીરની કેપ્શનમાં અભિનેત્રીએ મહા મૃત્યુંજ્ય શ્લોક લખ્યો છે.

sonam-kapoor
sonam-kapoor

By

Published : Feb 2, 2020, 2:39 PM IST

મુંબઈઃ બૉલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર આહુજાએ રવિવારે પ્રસિદ્ધ બાસ્કેટબોલ ખેલાડી કોબે બ્રાયન્ટને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

નોંધનીય છે કે, હેલીકોપ્ટર ક્રેશ થવાના કારણે ખેલાડી કોબે બ્રાયન્ટ અને તેની દિકરીનું મોત થયું હતું. જેમની તસવીર અભિનેત્રીએ પોતાના ઈસ્ટગ્રામ અકાઉન્ટ પર શેયર કરી હતી અને કેપ્શનમાં હિન્દુ ધર્મનો મહા મૃત્યુંજય શ્લોક લખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ખેલાડી કોબે બ્રાયન્ટે 20 વર્ષ લાંબી કારકિર્દીમાં પાંચ રાષ્ટ્રીય બાસ્કેટબ એસોસિએશન (એનબીએ) ચેમ્પિયનશીપ જીતી હતી.

સ્નૂપ ડોગ, મીક મિલ, જસ્ટિન બીબર અને અશર જેવા ઘણા હોલીવુડ કલાકારો કોબે બ્રાયન્ટને માન આપવા રાષ્ટ્રીય બાસ્કેટબોલ એસોસિએશન (એનબીએ)નો (લોગો) બદલશે.

ABOUT THE AUTHOR

...view details