મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના અવસાન પછી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના લોકોએ સોશિયલ મીડિયા દ્વારા સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન સોનમ કપૂરે એક ટ્વીટ પણ કર્યું છે. જેના કારણે સોનમને ટ્રોલ કરવામાં આવી હતી.
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના અવસાન પછી ટીવી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના લોકોએ સોશિયલ મીડિયા દ્વારા અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. સુશાંતના મૃત્યુ પછી સોનમ કપૂરે એક ટ્વીટ કર્યું હતું, જેના કારણે તે સોશિયલ મીડિયા પર સોનમને ટ્રોલ કરવામાં આવી રહી છે.
સોનમ કપૂરે સુશાંતના મૃત્યુ પછી કહ્યું હતું કે, ' કોઈના મૃત્યુ પછી કોઈની ગર્લફ્રેન્ડ, એક્સ ગર્લફ્રેન્ડ, પરિવાર અને તેના સાથે કામ કરતા લોકોને દોષ આપવો એ અજ્ઞાનતા છે'. સોનમના આ ટ્વિટ બાદ ટ્રોલર્સે તેને જોરદાર ટ્રોલ કર્યું હતું.
સુશાંત સિંહ રાજપૂતના અચાનક અવસાન બાદ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને લઈને ઘણી વાતો સામે આવી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે, અભિનેતાને ફિલ્મ ઉદ્યોગ તરફથી સંપૂર્ણ સમર્થન મળ્યું ન હતું. આને કારણે તેણે આ પગલું ભર્યું. જ્યારે કેટલાક લોકો સુશાંતની આત્મહત્યા માટે બોલિવૂડના મોટા પ્રોડક્શન હાઉસને દોષી ઠેરવી રહ્યાં છે.
સુશાંતે રવિવારે બાંદ્રા સ્થિત તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. ઘરના નોકરે આ અંગે માહિતી આપી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી તે તણાવમાં જીવી રહ્યો હતો અને તેની સારવાર પણ લઈ રહ્યો હતો. સુશાંતની સોશ્યિલ મીડિયા પોસ્ટ મુજબ, તે યોગ અને મેડિટેશન કરી રહ્યો હતો. સુશાંત પટનાનો રહેવાસી હતો, સુશાંતે પટના અને નવી દિલ્હીમાં અભ્યાસ કર્યો હતો.